દલિત સમાજના અગ્રણી દિનેશ માધડની રજૂઆત સફળ
ગોંડલના ભગવતપરા બાલાશ્રમ પાસે આવેલ જુની મામલતદાર કચેરીની જગ્યામાં રૂ. ૫૦ લાખના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ એન્ડ લાઇબ્રેરી બનાવવાની મંજુરી મળી જતા શહેર-તાલુકાના દલિત સમાજમાં હર્ષ ની લાગણી જોવા મળી છે…
પ્રાપ્ત વિગતો મુજબ દલિત સમાજના આગેવાન અને *શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દીનેશભાઈ માધડ* દ્વારા શહેરમાં દલિત સમાજ માટે બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, રજૂઆતને લઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા તેમજ અનિલભાઈ માધડ સહિતનાઓ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાતા રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦ લાખ* મંજૂર કરી આપવામાં આવતા આગામી દિવસોમાં ઉપરોક્ત જગ્યાએ અદ્યતન સુવિધા સાથે *ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ એન્ડ લાઇબ્રેરીનું,નવનિર્માણ થવાનું છે.
કોમ્યુનિટી હોલ અને લાયબ્રેરી અંગે દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે દલિત સમાજ પાસે કોઈ કોમ્યુનિટી હોલ હતો નહીં અને જેની જરૂરિયાત હતી..
રાજ્ય સરકારે મંજૂરીની મહોર લગાવી દલિત સમાજની માંગ ને સંતોષી છે. આ સાથે જ સમાજના વિદ્યાર્થીઓ શાંતિથી વાંચન કરી શકે તે માટે કોમ્યુનિટી હોલમાં અદ્યતન લાયબ્રેરીનું પણ આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત ત્યાં બાજુમાં અન્ય જગ્યા માંધાતા ગ્રુપ ને ફાળવવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે…*