ગોંડલના ટાઉનહોલમાં જાદુગરે શો દરમ્યાન પ્રેક્ષકોને બોગસ ટીકીટ ધાબડતા ફરીયાદ ઉઠી

ગોંડલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન ટાઉનહોલમાં જાદુગર મંગલનો શો ચાલી રહ્યા છે જાદુગર ટીમ દ્વારા ટીકીટમાં જીએસટી ટેક્સને ગાયબ કરી કર ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે એ ઉપરાંત પાલિકા પાસેથી નજીવા દરે ટાઉન હોલ ભાડે રાખી તંત્રને આર્થિક નુકસાન પહોંચાડાતું હોય ઉચ્ચ કક્ષાએ રજુઆત થવા પામી છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 5

પ્રાપ્ત વિગતો મુજબ જાદુગર દ્વારા શોમાં કોઈ વ્યક્તિ કે પશુ-પક્ષી ગાયબ કરવામાં આવતા હોય છે તે જોઈ માસૂમ બાળકો મજા માણતા હોય છે પરંતુ ગોંડલના ટાઉનહોલમાં ચાલી રહેલ જાદુના શોમાં સરેઆમ જીએસટી ટેક્સને ટિકિટ માંથી ગાયબ કરી નાખવામાં આવ્યો હોય અને આ અંગે સરકારી તંત્ર દ્વારા પણ મૌન ધારણ કરાયું હોય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.નગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી તાજેતરમાં જ અદ્યતન ટાઉન હોલનું નિર્માણ કરાયું છે આ ટાઉન હોલ નજીવા દરે જાદુગર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હોય તે ઉપરાંત લાઈટ બિલ થી લઇ અન્ય ખર્ચા પણ નગરપાલિકાની કમર પર તોડાયા  છે કે પછી નજીવી ડીપોઝીટ થી ભાડે આપી દેવામાં આવ્યો છે સમય પુરો થઈ ગયા બાદ ચાલતી પકડશે તો જવાબદારી કોની જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તજવીજ હાથ ધરાઇ છે. તો બીજી બાજુ પુરુષ ને જાદુગર મંગલ ની અંદર સ્ત્રી ના કપડાં પહેરાવી ને હિન્દી ફીલ્મ ગીત ઉપર ઠુમકા લગાવતા હોવાથી પરિવાર અને બાળકો ક્ષોભજનક સ્થિતિ માં મુકાઈ જવા પામ્યાં હતાં ત્યારે આવા નાચગાન ને લઈને ભારતીય સંસ્કૃતિ લજાઈ હોવાનું બોલાઈ રહયું હતું ગોંડલ ટાઉન હોલ માં ૫૦૦ સીટ નું સીટીંગ છે, રૂ. ૧૦૦, ૨૦૦ અને રૂ. ૩૦૦ ટીકીટ ના દર રખાયા છે, સરેરાસ ટીકીટ ૨૦૦ રૂપિયા ગણવામાં આવે તો રોજ ના રૂ. ૧ લાખ નું કલેક્શન થાય અને તેના પર ૧૮ % જીએસટી ના રૂ. ૧૮૦૦૦ થાય અને છેલ્લા ૩૦ દિવસથી જાદુ ના શો ચાલી રહ્યા હોય, શનિવાર અને રવિવારે ડબલ શો કરવામાં આવી રહ્યા છે, જો ટોટલ ૩૮ શો ગણવામાં આવે તો રૂ. ૬,૮૪,૦૦૦ ની ટેક્સ ચોરી ગણી શકાય તેવી ગણિતજ્ઞ માં ચર્ચાઓ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.