પૃથ્વી પર દરિયાઇ ફુડનું ઉત્પાદન માત્ર પાંચ ટકા વધે તો પછી મસમોટું પરિવર્તન આવી શકે
વિશ્વની માનવ જાતિની પોષણ કડીના મુખ્યે ખોરાક સ્ત્રોત ખેતિની જેમ જ સમૃદ્રીય ખોરાક પર મોટાભાગનું વિશ્ર્વ અત્યારે નિર્ભર છે અને દરિયાઇ ખોરાકની માંગ દિવસે દિવસે વધતી જાય છે. ખોરાકની યોગ્ય વ્યવસ્થા અને ટેકનોલોજી અને આધુનિક સંશોધનોનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વના સમુદ્રમાંથી અત્યારે જે મત્સ્ય ભંડાર મળે છે. તેના કરતા છ ગણુ વધારે સી ફુડ મેળવી શકાય તેવી શકયતા હોવાનું વિજ્ઞાનીકોએ જણાવ્યું હતું.
મંગળવારે જારી થયેલા એક અહેવાલમાં વિજ્ઞાનીકોએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને દુરસ્ત વ્યવસ્થા ગોઠવીને મત્સ્ય પ્રગતિઓના સંવર્ધન અને યોગ્ય ઉછેરનો માહોલ બનાવવામાં આવે તો જગતના કયારેય સી ફુડની ખોટજન રહે અને અત્યારે જે માલ મળે છે તેના છ ગણુ વધુ માલ મળે.
એક વૈશ્વિક અંદાજ મુજબ દરિયામાંથી અત્યારે પ્રાણીજના પ્રોટીનનો ૨/૩ જથ્થો મળે છે. સંયુકત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો માની રહ્યા છે કે માછલીઓના રુપમાં અત્યારે માનવજાતને પ્રાણીજન્ય પ્રોટીનના ખોરાકના કુલ જથ્થાનો પાંચમો ભાગ મળે છે જો દરિયાઇ સંજીવ સૃષ્ટિની અત્યારની જાળવણીની નહિવત કામગીરી અને વાતવરણ દરિયાઇ ખેતી માટે સંપૂર્ણ અનુકુળ નથી તો પણ દરિયાઇ ખોરાક મળે છે તો વિશાળ તકો અને ઉપબ્ધીઓ ધરાવતાં દરિયાને આધુનિક ટેકનોલોજી અને વ્યવસ્યાથી સાચવવામાં આવે તો મત્સ્ય પ્રાપ્ત થાય તેમ છે. દરિયામાં ખેતરની ખેતિની જમીન ભુમિ, હવામાન અને પાણીની અછતતાની કોઇ મર્યાદા નથી. દરિયો તો અકુટ છે. ત્યારે જો યોગ્ય ટેકનોલોજી અને મત્સય સંવર્ધનના કામમાં ઘ્યાન અપાય તો અત્યારે દરિયામાંથી જે માલ નીકળે છે તેનાથી છ ગણુ વધુ ઉત્પાદન લઇ શકાય તેમ છે.
દરિયામાંથી મળતો ખોરાક ઉચ્ચ પોષક તત્વો જરુરી વિટામીન, ખનીજ અને ફેરી એસિડ જેવા જીવન જરુરી પોષકતત્વો મળે છે. મત્સ્ય ઉઘોગ યુ સનન ખોરાક અને ખેતી સંસ્થાન રોમમાં ચર્ચામાં લેવાયા હતા. વિશ્વની માનવ જાતને દરિયો ખોરાક પુરો પાડવા ની અખુટ ભંડાર જેવી શકિત ધરાવે છે. અત્યારે બદલતા જતા હવામાન અને પર્યાવરણને કારણે ધરતી પર નિર્માણ પામતા ખોરાક અને અન્ન અને શાકભાજી ઉત્પાદન માટે આડે આવતી મર્યાદાઓ દરિયાને નડતી નથી. દરિયામાંથી તો હજુ છ ગણુ વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે. તેમ વિજ્ઞાનીક અને અહેવાલ તૈયાર કરનાર ક્રિસ્ટોફર કોસ્ટેલોએ જણાવ્યું હતું.
જો અમે લાંબાગાળાના સુધારા અને સમૃદ્ર આધારિત ઉઘોગને વધુ વિસ્તરણ કરી તો ખોરાક અને પોષણના પદાર્થો અને કરોડો લોકોને સ્વસ્થ આહાર આપી શકીએ આ અહેવાલ એવા સમય આવ્યો છે કે જયારે અનિયંત્રિત માછીમારી પ્રવૃતિની સાથે પર્યાવરણના પડકારોથી દરિયાઇ જીવસૃષ્ટિ જોખમમાં હોવાની ફરીયાદ ઉઠી છે. ત્યારે આ અહેવાલમાં વિજ્ઞાનીકોએ જણાવ્યું હતું કે જો મત્સ્ય ઉઘોગ અને સંવર્ધન માટે પગલા લેવાય તો અત્યારે મત્સ્ય ઉઘોગની ર૦ ટકા ઉ૫લબ્ધી ભવિષ્ય ૪૦ ટકા સુધી પહોંચી શકે તેમ છે નવા સંશોધનમાં જણાવાયું છે કે જો મત્સ્ય ઉઘોગોને આધુનીક ઓપ આપવામાં આવે અને ખેતીની જેમને તેને વિકસાવવામાં આવે તો નાની માછલીઓ જ ઉછેર એમના ખોરાકની વ્યવસ્થા અને માછી પકડવાની ઢળમાં ફેરફાર કરીને દરિયામાં જીવસૃષ્ટિને યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો સમૃદ્રના પાણીની ગુણવતા સુધારને મત્સ્ય સૃષ્ટિ ને ખુબ જ વિકસાવી શકાય તેમ છે.
વિજ્ઞાનિકોએ દરિયાઇ જીવસૃષ્ટિ માટે કુદરતી ખોરાકના સ્ત્રોતોના વિકાસ માટે પણ સંશોધન હાથ ધર્યુ છે. આ નવા સંશોધનમાં દરિયામાં ઉત્પન્ન થતા મિથેન વાયુના પ્રદુષણને નિયંત્રણમાં લાવી જીવસૃષ્ટિને વધુ તંદુરસ્ત બનાવવાનું પણ જણાવવામાં આવ્યું છે. દરિયા સૃષ્ટિ ના રક્ષણ સંવર્ધન અને વ્યાપારીનજેચક ધોરણે લાભ મેલવવાનું આ અહેવાલ ૧૪ દેશની સરકારોના સંગઠનથી કાર્યરત ઉચ્ચ સ્તરીય સમીતી કે જે દરિયાઇ અર્થવ્યવસ્થ્ાને સુધારી ને સમૃદ્રને વધુને વધુ ફળદ્રુપ બનાવવા માટે કાર્ય કરી રહી છે. દરિયાઇ જીવસૃષ્ટિ અને મત્સ્ય ઉઘોગને પરંપરાગત માછીમારીના વ્યવસાયને બદલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેવી રીતે ભુમી પર ની ખેતી ઉત્પાદન ગુણવતા અને આર્થિક ઉપાર્જનને વધારવા માટે નવા સંશોધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો દરિયાઇ ખેતીનો પણ વિકાસ થઇ શકે અત્યારે દરિયામાંથી જે સીફુડનું ઉત્પાદન થાય છે તેનાથી છ ગણુ વધુ ઉત્પાદન કરી શકાય.