ઉત્તર ભારતમાં ગઈકાલ સાંજે પાંચની તિવ્રતાના આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હોવાનું નોંધાયું
ચાલુ વર્ષે દેશમાં લંબાયેલા ચોમાસા બાદ હવે ઠંડીનો દોર શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતમાં બરફવર્ષા સાથે કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી રહ્યા છે. ત્યારે વધતી જતી ઠંડીથી ધરતી પણ ધ્રુજી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પરમદિવસે ભચાઉ પાસેના કેન્દ્રબિંદુથી કચ્છની ધરતી પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે ગઈકાલે સાંજે દિલ્હી સહિત ઉતરભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.
રાજધાની દિલ્હીની ગઈકાલ સાંજે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫ માપવામાં આવી હતી. જોકે હજી સુધી કોઈ જ જાનહાની કે માલહાનીની વિગતો બહાર આવી નથી. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નેપાળમાં નોંધાયું છે.
ભૂકંપનાંચકાથી લોકો ફફડી ઉઠયા હતા ડરના માર્યા લોકો ર તેમજ ઓફીસની બહાર દોડી આવ્યા હતા. પરંતુ સદનસીબે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલને નુકશાન થવાના કોઈ જ અહેવાલ નથી ભૂકંપના આંચકા સાંજે ૭ વાગ્યાની આસપાસ અનુભવાયા હતા.
મળેલી વિગતો મુજબ ભારત નેપાલ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું છે. મળેલી વિગતો પ્રમાણે આ ભારત નેપાળ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું છે. યનાઈટેડ સ્ટેટ જિઓલોજીકલ સર્વે એપીસેન્ટર નેપાળના કપતાડ નેશનલ પાર્કની નજીક જમીનની નીચે ૧.૩ કી.મી. નોંધાયુંં હતુ સોમવારે ગુજરાતના કચ્છમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા.