પ૦ હજારથી વધુની વસતિને પરવડી શકે એવા આરોગ્ય સંભાળ ઉત્પાદનોને પ્રદાન કરવાનો ઉદેશ્ય
ગુજરાતમાં જાહેર આરોગ્ય સુધારણામાં પોતાની કટિબધ્ધતાને પુનરાવર્તિત કરતાં નયારા એનર્જીએ આજે ગુજરાતના છોટા ઉદેપુરમાં વડાપ્રધાન જન ઔષધી કેન્દ્રમાં ભાગિદારી જાહેર કરવી છે. નયારા એનર્જી અને ભારત સરકારની મુખ્ય યોજના વચ્ચે સહકાર આપવાનું આ પ્રકારનું જોડાણ સૌ પ્રથમ વખત થયું છે જે વહેંચાયેલા મૂલ્યનું નિર્માણ કરવા માટે આંકલન કરવાનું એક નવું કેન્દ્રબિંદુ સુયોજિત કરે છે.
નયારા એનર્જીના એસ્સાર પેટ્રોલપંપ નસવાડી પેટ્રોલિયમ પર ખુલ્લા મુકાયેલા જન ઔષ્ાધિ કેન્દ્રમાંથી જીએમપી પ્રમાણિત જેનિરક દવાઓ રાહતભાવે આ વિસ્તારની પ૦ હજારથી વધુની વસતિને મળી રહેશે.
એક અંદાજ મુજબ ભારતમાં દવાઓની ઊંચી કિંમતને કારણે ભારતમાં બે મિલિયનથી વધુ લોકો ગરીબીની રેખાથી નીચે જાય છે. નયારા એનર્જી ભારતના અલગ અલગ પ્રદેશોમાં રહેલા પ૪૦૦થી વધુ િરટેલ આઉટલેટસનું સંચાલન કરે છે અને સામાન્ય પ્રજાને પરવડે એવી આરોગ્ય સંભાળ ઉપલબ્ધ બનાવવા માટે આ યોજનાને વધુ આગળ ધપાવવાનો ઉદેશ્ય ધરાવે છે. નયારા એનર્જી એ આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે અને સમગ્ર હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનમાં રિફાઈનીંગથી રીટેઈલ સુધીનાં ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. ઓગષ્ટ, ર૦૧૭માં આ કંપની આંતરષ્ટ્રીય રોકાણકાર રોઝનેફટ અને ગ્લોબલ કોમોડીટી ટ્રેડીંગ ફર્મ ટ્રાફીગુરા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના બનેલા કોન્સોર્ટિયમે હસ્તગત કરી હતી. કંપની હાલમાં ર૦ મિલિયન મેટ્રીક ટન પર એનમની ક્ષતા સાથે ગુજરાતના વાડીનારમાં ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઈટ રીફાઈનરીની માલિકી અને સંચાલન કરે છે. આ િરફાઈનરી એ વિશ્ર્વની સૌથી આધુનિક અને જટિલ રીફાઈનરીઓ પૈકીની એક છે, જેની જટિલતા ૧૧.૮ છે, જે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી www.nayara energy.com પર ઉપલબ્ધ છે.