લાઠી શહેરમાં આગામી ડિસેમ્બરમાં યોજાનાર સૌહાર્દ સબરસતા સંમેલનમાં પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતામાં યોજવા સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતના મુસ્લિમ યુવાનોની ઈચ્છા એ સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળ પૂજ્ય બાપુની અનુમતિ માટે પૂજ્ય મોરારીબાપુને મળ્યું.
દામનગરના મુસ્લિમ ઉદ્યોગ રત્ન ઇકબાલભાઈ ડેરૈયાના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર ગુજરાતના સમસ્ત મુસ્લિમ અગ્રણીઓએ સૌહાર્દ સંમેલન પૂજ્ય બાપુની અધ્યક્ષતામાં યોજાય તેવી રજુઆત કરતા પૂજ્ય બાપુએ અનુમતિ આપી લાઠી શહેરમાં આગામી ડિસેમ્બરમાં કોમી એકતા અને ભાતૃપ્રેમનો સંદેશ આપતા સબરસતા સંમેલનમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર રિજવાન કાદરી સાહેબ મહેબૂબ દેસાઈ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાશે આ સંમેલનમાં પૂજ્ય મોરારીબાપુનું અધ્યક્ષસ્થાન મળે તે માટે ઈકબલભાઈ ડેરૈયા કાદરભાઈ ખીરવાણી વરતેજ અલારખભાઈ બીલખિયા ગારીયાધાર ઈરફાન ખીમાણી ગઢડા જીંગાબાપુ અમરેલી સલીમભાઈ મહુવા હયાતખાન બ્લોચ પાલીતાણા દાઉદભાઈ બલિયા જર દિલાવરભાઈ કારેજા લાઠી શબિરભાઈ સેતા લાઠી સાજીદભાઈ રાજાણી મહુવા સહિત લાઠીના તેજસભાઈ રાણાભાઈ ડેર ભરતભાઈ લાઠીએ સહકાર આપી બાપુને સમસ્ત મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળથી અવગત કર્યા હતા.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જ્યંતી વર્ષ ઉજવાય રહ્યું છે ત્યારે આઝાદીની ચળવળમાં મુસ્લિમોનું યોગદાન અને રાષ્ટ્રીય ભાવના બધુંત્વનો સંદેશ આપતા અનેકો વિદ્વાન વિવેચકોની ઉપસ્થિતિમાં આગામી ડિસેમ્બરમાં લાઠી શહેરમાં પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતામાં ઉજવાશે સૌહાર્દ સંમેલન યોજશે ગુજરાત સૌરાષ્ટ્ર ભરમાંથી સમસ્ત મુસ્લિમ સમાજનું સબરસ્તા સૌહાર્દ સંમેલનમાં પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતા માટે અનુમતિ મળતા ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓ દ્વારા તૈયારી શરૂ કરાય રહી છે.