સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સાતેયને લઇ સહેલગાહે ઉપડી ગયા: કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ
જેતપુર તાલુકા પંચાયતમાં દોઢેક વર્ષ પૂર્વે બે ત્રુંતિયાંસ બહુમતી સાથે સત્તા પર આવેલ કોંગ્રેસનાં ૧૫માંથી ૭ સભ્યોને વિઠ્ઠલભાઈ દ્વારા ગઈકાલે સાંજે સહેલગાવે મોકલી દીધાંની ચર્ચાએ તાલુકા પંચાયતનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ બાબતે જેતપુર તાલુકા કોગ્રેસ પ્રમુખ વિપુલ ભાઈ વૈષ્ણવ રોષ સાથે જણાવેલ કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાના પુત્રની જીત આડે આવતા તમામ અવરોધો દૂર કરવા શામ, દામ અને દંડનો ઉપયોગ કરી જેતપુર-જામકંડોરણાની બેઠક વિઠ્ઠલભાઈ દ્વારા પુત્ર જયેશભાઈ માટે સુરક્ષિત કરવાનાં પ્રયાસો ચાલુ કરી દિધા હોવાની વાત જણાવેલ અને વધુ મા તેઓએ જે કોંગ્રસના સભ્યો ભાગ્યા છે તેઓએ પાચ લાખની મલાઈ લઈ પ્રજાનો વિશ્વાસ નો દ્રોહ કરી ભાગ્યા હોવાનુ અને આ વિસ્તાર મા ભાજપ આગામી વિધાન સભામા કોગ્રેસ ના પાટીદાર સમાજ ના મજબૂત દાવેદાર હોવાના કારણે હાર ના કારણે પ્રજાએ જેને બહુમતી આપી છતા પોતાની સતા ટકાવા આ ખેલ વિઠલ ભાઈ એ પાડેલ હોવાનો આક્ષેપ કરેલ
રાજકારણમાં આક્ષેપો થતા રહે, હું કોઇથી ડરતો નથી: રાદડીયા
આ મુદે સાંસદ વિઠ્ઠલ ભાઈ ને આવા આક્ષેપો અંગે પૂછવામા આવતા તેઓએ જણાવેલ કે રાજકારણ અને જાહેર જીવન મા આક્ષેપો થાય હુ એનાથી ડરતો નથી જેતપુર ની પ્રજા જાણેજ છે કે જેતપુર તાલુકા પંચાયત મા કોગ્રેસ ના દોઢ વર્ષના શાસન મા કોના કામો થયાછે અને મે અને મારા પુત્રએ કેટલા કામો કર્યા છે તે પ્રજા જાણેજ છે અમારે કોઈ ના સર્ટિફાઇડ કોપી ની જરૂર નથી આગામી વિધાન સભામા મારા પુત્રની ઐતિહાસિક જીત હશે અને રાજકારણમા આવુતો સામન્ય હોયછે ભાજપ ની હાર થય ત્યારે અમોએ કોઈ ને દોષ ન દીધો અને હવે કોગ્રેસ ની બહુમતી ગઈ એટલે તેઓ ભાન ભૂલ્યા હોવાનુ જણાવેલ