સ્ટેન્ટ બેસાડવા કે એન્જીઓપ્લાસ્ટીથી દૂર ભાગતા દર્દીઓ માટે વિશેષ અભ્યાસ દવા ગળવાથી અન્ય અંગેનો પણ થઈ શકે નુકશાન
આધુનિક જીવન શૈલીની સાથે સાથે વિકસીત દેશોની જેમ ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ હૃદયરોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. યુવા વર્ગ પણ હૃદયરોગી બાકાત નથી. આવી પરિસ્થિતીમાં હૃદયરોગી રક્ષણ મેળવવા સ્ટેન્ટનો ઉપયોગ કરવો કે દવાઓ લેવી ? તે અંગે લોકોમાં ભાત-ભાતની માન્યતા પ્રવર્તી રહી છે. હૃદયરોગમાં સ્ટેન્ટ મુકાવવાની જગ્યાએ દવા ગળવાનો વિકલ્પ મોટાભાગના લોકો પસંદ કરે છે. જો કે, નિષ્ણાંતોના મત મુજબ સ્ટેન્ટ મુકાવવું વધુ હિતાવહ છે.
અમેરિકામાં તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ બ્લોક થઈ ગયેલી નળીના કિસ્સામાં સ્ટેન્ટ મુકાવાનો નિર્ણય વધુ અસરકારક છે. સ્ટેન્ટ મુકતા પહેલા લોહીની નળીઓ એન્જીઓપ્લાસ્ટીથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ દવા લેવાની જરૂરીયાત રહે છે. સ્ટેન્ટ મુકવા કે બાયપાસ સર્જરી કરવાની પરિસ્થિતીમાં બન્ને વિકલ્પ દર્દી માટે ફાયદાકારક છે. જો કે, ઘણા લોકો દવા ગળવાનો વિકલ્પ પસંદ કરે છે અને સ્ટેન્ટ મુકાવા કે એન્જીઓપ્લાસ્ટીથી દૂર ભાગે છે. દશકાઓ પહેલા માનવામાં આવતું હતું કે, દવા સ્ટેન્ટ કરતા વધુ અસરકારક છે. પરંતુ સ્ટેન્ટના પ્રોપર ઉપયોગી સમયાંતરે સાબીત થઈ ચૂકયું છે કે દવા ગળવી તેના કરતા સ્ટેન્ટ મુકાવવું વધુ હિતકારક છે. અહીં નોંધનીય છે કે, હૃદયરોગ બાદ દવા ગળવાનો વિકલ્પ પસંદ કરતા લોકોને દવાની આડઅસરનો સામનો કરવો પડતો હોય છે. દવાના કારણે હૃદય સિવાયના અન્ય અંગોને પણ નુકશાન થઈ શકે છે. દવા શરૂ કર્યા પહેલા જ તબીબ આ મામલે દર્દીઓને જાણકારી આપતા હોય છે છતાં પણ લોકો દવા ગળવાનો વિકલ્પ પસંદ કરે છે. અમેરિકાની સેન્ટ લુક મેડિકલ હાર્ટ ઈન્સ્ટિટયુટમાં થોડા સમય પહેલા અભ્યાસ યો હતો જેમાં અભ્યાસ કરનાર વિશલેષકે જણાવ્યું હતું કે, હેલ્કેર માટે જેમ બને તેમ વધુ જાળવણી જરરી છે. સસ્તાદરે દર્દીના જીવનની ગુણવત્તા વધારવાનો ધ્યેય તબીબનો હોય છે. હૃદયરોગમાં સ્ટેન્ટ મુકાવું કે દવા ગળવી તે અંગે મેડિકલ ક્ષેત્રમાં પણ દાયકાઓી દલીલનો દૌર ચાલી રહ્યો છે.