લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ જવાનોને કરાયા રેસ્કયુ: ૭ જવાનો ઈજાગ્રસ્ત
સિયાચીનમાં જે હિમપાતની ઘટના ઘટી તેમાં પેટ્રોલીંગ કરવા ૪ જવાનો શહિદ થયા હતા જયારે અન્ય ૭ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. માઈન્સ ૬૦ ડિગ્રી સેલ્શીયસનાં તાપમાનમાં પેટ્રોલીંગ કરવા ગયેલા જવાનો હિમપાતમાં ફસાઈ ગયા હોવાની જાણ થતા મેગા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪ જવાનો સહિત બે મજુરોનાં મોત થયા હોવાની વાત સામે આવી હતી.
વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કહેવાતા સિયાચીન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં ચાર જવાનો શહિદ થઈ ગયા છે અને બે મજુરનું નિધન થયું છે. આ હિમસ્ખલનમાં આઠ સૈનિકો ફસાઈ ગયા હતા. મળતા અહેવાલો પ્રમાણે આ કપરા વિસ્તારમાં સોમવારે બપોરે હિમસ્ખલન થયું હતું જેમાં પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાનો ફસાઈ ગયા હતા. જવાનોને બચાવવા માટે સેનાએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ૧૮ હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી આ ઘટનામાં ફસાયેલા જવાનમાંથી ચાર જવાન શહિદ થઈ ગયા છે.
સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સિયાચીનમાં ભયાનક હિમસ્ખલન થયું હતું અને ભારતીય સેનાના આઠ જવાનો તેમાં ફસાઈ ગયા હતા. આ હિમસ્ખલનની જાણ થયા બાદ સેનાએ ત્યાં જવાનોની શોધ માટે એક મોટુ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. નોંધનીય છે કે સિયાચીનમાં ફરજ બજાવી રહેલા જવાનોને અત્યંત કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. ૨૦ હજાર ફૂટની ઊંચાઈ સ્થિત સિયાચીન ગ્લેશિયરમાં સૈનિકોને ફોસ્ટબાઈટ અને અત્યંત ઝડપથી ફૂંકાતા પવનોનો સામનો કરવો પડે છે. ગ્લેશિયરમાં ઠંડીની સિઝનમાં હિમસ્ખલનની ઘટના સામાન્ય છે. આ ઉપરાંત તાપમાન શૂન્યથી ૬૦ ડિગ્રી નીચે સુધી જતું રહે છે.
સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના ૪ જવાન શહીદ થયા છે અને ૨ મજુરનાં મોત થયા છે. આર્મીના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે ૩:૩૦ વાગે ૧૮ હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકી તબાહ થઈ ગઈ હતી. જવાનોના બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. હિમસ્ખલન થયું ત્યારે ૮ જવાનોની એક ટુકડી ચોકી માટે નીકળી હતી. પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બીમાર પડેલા એક જવાનને લેવા માટે ગયા હતા ત્યારે જ હિમસ્ખલન થતાં તમામ જવાનો બરફમાં દબાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સિયાચીન ગ્લેશિયરમાં હાલના સમયગાળામાં માઇનસ ૩૦ ડિગ્રી તાપમાન હોય છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં હિમસ્ખલનમાં ૧૦ જવાન શહીદ થયા હતાં.