કોંગ્રેસે સંસદના બંને ગૃહોમાં અને કોંગ્રેસ શાસિત રાજય સરકારોએ પણ જીએસટીને ટેકો આપીને હવે વિરોધ કરીને બે મોઢાની વાતો કરે છે
ગુજરાત કોંગ્રેસના નેતાઓના જીએસટી અંગેનાં બેબુનીયાદ તા ઉશ્કેરણીજનક નિવેદનોના તીવ્ર પ્રત્યાઘાત આપતાં ભાજપાના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ નહિ પરંતુ જે તે સમયે કોંગ્રેસની રાજય સરકારો સહિત અન્ય વિપક્ષોની રાજય સરકારોએ પણ રાજયોને તા અન્યાય તેમજ અનેક વિસંગતતાઓ અને અધૂરી જાગવાઈઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના જીએસટી ડ્રાફટમાં રાજયોની આવકમાં તાં નુકસાનના વળતર માટેની કોઈ નિશ્વિત જાગવાઈ નહોતી. જયારે હાલના બિલમાં રાજય સરકારોને પાંચ વર્ષ સુધીની આવકની ગેરંટી આપવામાં આવેલ છે. તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકાર તેમજ ચિદમ્બરમ ઉપર કોંગ્રેસની જ રાજય સરકારને ભરોસો નહોતો ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણાંમંત્રી અરૂણ જેટલીજી પર દેશની તમામ રાજય સરકારોએ ભરોસો મૂકી સંપૂર્ણ વિશ્વાસ વ્યકત કર્યો છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સંસદના બંને ગૃહોમાં કોંગ્રેસે આ બિલને ટેકો આપ્યો છે જયારે હવે કેન્દ્ર અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ “વન નેશન વન ટેક્ષ વન માર્કેટ” એવા ઐતિહાસિક જીએસટી બિલની વિરુધ્ધમાં વેપારીઓ તેમજ પ્રજાને ઉશ્કેરવાનો નિર્રક પ્રયાસ કરે છે. શું કોંગ્રેસ વેપારીઓ અને ગ્રાહકો અનેક પ્રકારના ટેક્ષના જાળામાંી મુકત ાય તેવું ઈચ્છતિ ની ? કોંગ્રેસ સંસદના બંને ગૃહોમાં આ બિલને ટેકો આપે અને સંસદની બહાર તેનો વિરોધ કરીને બે મોઢાની વાત કરી રહી છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો સહિતની તમામ રાજય સરકારોએ પોતાના વિધાનસભા ગૃહમાં આ બિલને પસાર કરી કેન્દ્ર સરકારને સંપૂર્ણ સર્મન આપ્યું છે. આ બિલને તમામ રાજકીય પાર્ટીઓએ ઐતિહાસિક ગણાવ્યું છે, દેશની જનતાએ સહર્ષ સ્વીકાર્યું છે. તેી ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉશ્કેરણીજનક નિવેદનો બંધ કરીને ગુજરાતના વિકાસ, શાંતિ તેમજ એકતા અવરોધો ઉભા કરવાનું બંધ કરે, તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું છે.