ભારતમાં એસઆર સ્ટીલની ડીલ હસ્તગત કરી લક્ષ્મી મિત્તલે પોતાનું કદ વધાર્યું: સ્ટીલ ક્ષેત્રે ટાટાને હરાવવાની તૈયારી
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એસઆર સ્ટીલને ખરીદવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં
ભારતીય અને વૈશ્વિક સ્ટીલ બજારમાં મસમોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે. બિઝનેસ ટાઈકુન ગણાતા લક્ષ્મી મિતલ માટે એસ્સાર સ્ટીલ હસ્તગત કરવાનો માર્ગ વડી અદાલતની મંજૂરી બાદ મોકળો બની ચૂકયો છે. નાદાર થઈ ગયેલું એસ્સાર સ્ટીલ હવે લક્ષ્મી મિતલના કબજામાં રહેશે. પરિણામે ખાનગી કંપની ટાટા સ્ટીલ અને સરકારી સેલ બાદ એસ્સાર સ્ટીલ પણ બજારમાં પોતાનું કદ વધારશે.
ભારતીય સ્ટીલ બજારમાં લક્ષ્મી મિતલની એન્ટ્રી ધમાકેદાર ગણવામાં આવે છે. ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ સહિતની સનિક કંપનીઓ અત્યાર સુધી ભારતમાં વ્યાપાર કરતી હતી જેને હવે વિદેશમાં પણ લક્ષ્મી મિતલની કંપની સાથે સ્પર્ધામાં ઉતરવું પડશે. લક્ષ્મી મિતલની આર્સેલોરમિતલ વિશ્ર્વની સૌથી મોટી મેટલ કંપની છે જે જાપાનની નિપોન સ્ટીલ સાથે ભાગીદારી ધરાવે છે. આર્સેલોરમિતલના મોટાભાગના શેર જેવીમાં છે. એસ્સાર સ્ટીલને આ ભાગના માધ્યમથી રૂ.૪૨૦૦૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. એસ્સાર સ્ટીલ નાદાર પરિસ્થિતિમાં હતું ત્યારી જ તેને હસ્તગત કરવાની ચર્ચા ચાલી રહી હતી. આ સોદાના કારણે બેંકોને રૂ.૩૪૯૩૬ કરોડ છુટા થશે. આ સોદાથી આર્સેલોરમિતલ એસ્સારનો ગુજરાત, હજીરા ખાતેનો પ્લાન્ટ મેળવશે જેમાં ૧૦ મિલીયન ટનનું ઉત્પાદન થઈ શકે છે.
વર્તમાન સ્થિતિએ મેટલના ભાવ ગગડીયા રહ્યાં છે. ત્યારે આર્સેલોરમિતલ દ્વારા એસ્સાર સ્ટીલ ઉપર નિયંત્રણ લાવવાની કાર્યવાહી થઈ રહી છે. ભારતમાં સ્ટીલની માંગમાં ઘટાડો નોંધાયો છે. સ્ટીલ સેકટર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ ઉપર આધારીત છે. આવા સંજોગોમાં સ્ટીલની માંગ ઘટી છે. સમગ્ર દશકામાં સ્ટીલ ક્ષેત્રે અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે. વર્ષ ૨૦૧૦માં લક્ષ્મી મિતલે કર્ણાટકની સરકાર સો ૬ મિલીયન ટન કેપેસીટીનો પ્લાન સપવા માટે કરાર કર્યા હતા. તાજેતરમાં જ આ પ્રોજેકટ માટેની જમીન ફાળવણીની ગતિવિધિ પૂર્ણ થઈ છે. સરકારી કામકાજ અને કાયદેસરની આટીઘુંટીમાં આ પ્રોજેકટ અટવાઈ પડ્યો હતો. ઝારખંડ અને ઓરીસ્સામાં પણ દશકાઓથી પ્લાન્ટ સપવાની કાર્યવાહી અટવાઈ પડી છે.
સ્ટીલ બજાર પણ વર્તમાન સમયમાં મંદીની મોકાણમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા માટે લક્ષ્મી મિતલે કરેલો સોદો આ ઈન્ડસ્ટ્રીઝમાં ગણગણાટ ઉભો કરી રહ્યો છે. ત્યારે સ્ટીલ ક્ષેત્રે આવેલી મંદી લક્ષ્મી મિતલને પણ નડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હાલ તો આ સોદો આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ ટાટા સ્ટીલ જેવા સનિક ઉદ્યોગને વધુ હંફાવશે.
એસ્સાર સ્ટીલને હસ્તગત કરવાની લાંબા સમયની ઈચ્છા મિતલે પુરી કરી છે. એસ્સાર સ્ટીલ ઉત્પાદન કેપેસીટી આગામી સમયમાં લક્ષ્મી મિતલની કંપનીને મહત્તમ ફાયદો પહોંચાડશે.