વિકસીત દેશોમાં ૫ ટકા જેટલા પુખ્તો ઓનલાઈન શોપીંગના વળગણી માનસીક બિમારીનો ભોગ બન્યાં હોવાનું એક અભ્યાસમાં તારણ
વર્તમાન સમયમાં ઓનલાઈન શોપીંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોકોની ઓનલાઈન ખરીદી કરવાની ટેવ પડી છે. જો કે, આ ટેવ સમયાંતરે વળગણ બની જવા પામી છે. જેનાી માનસીક હાલત કડી શકે તેવી દહેશત તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જણાય આવી છે.
જર્મનીની મેડિકલ સ્કૂલ હેનઓવર ખાતે તાજેતરમાં એક અભ્યાસ થયો હતો. જેમાં બાઈંગ-શોપીંગ ડિસ્પોર્ડર મુદ્દે ચર્ચા થઈ હતી. ઈન્ટરનેટ પરથી શોપીંગ કરવાની ટેવ સમયાંતરે વળગણ બની જતું હોવાનું આ અભ્યાસ પરથી ફલીત થયું હતું. આ અભ્યાસ ૧૨૨ લોકો પર થયો હતો. જેઓ મોટાભાગની શોપીંગ ઓનલાઈન કરતા હતા. આ અભ્યાસ કોમ્પ્રેહેન્સીવ સાઈટ્રીક સ્ટડીમાં પ્રકાશીત થયો હતો. જેમાં જણાવાયું હતું કે, વિકસીત દેશોમાં ૫ ટકા જેટલા પુખ્તો ઓનલાઈન શોપીંગના વળગણ સો સંકળાયેલી માનસીક બિમારી ધરાવે છે.
અહીં નોંધનીય છે કે, ભારતમાં પણ છેલ્લા થોડા વર્ષોમાં ઓનલાઈન શોપીંગનું પ્રમાણ દિનબદિન વધી રહ્યું છે. મોટાભાગની શોપીંગ ઓનલાઈન થાય છે. ઓફ લાઈન એટલે કે દુકાને જઈ શોપીંગ કરવાનું ચલણ ઓછુ થયું છે. દિવાળી, ક્રિસ્મસ સહિતના તહેવારોમાં એમેઝોન, ફલીપકાર્ટ કે સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીઓની વેબસાઈટ ગ્રાહકોથી ઉભરાય છે. લોકોની ખરીદ ક્ષમતા વધતા અને ઈન્ટરનેટનો વ્યાપ વધવાી આ ચલણ વધ્યું છે. જો કે, ઓનલાઈન શોપીંગ કરવાની ટેવ ભારતીયોમાં પણ સમયાંતરે માનસીક બિમારીમાં ન પરિણમે તેવી અપેક્ષા રાખવી સારી.
અમેરિકા, બ્રિટન, જાપાન સહિતની વિકસીત દેશોમાં ઓનલાઈન ખરીદી કરવાની ટેવ ખરેખર ગંભીર બિમારી લાવી રહી છે. ઓનલાઈન શોપીંગના કારણે લોકોને આર્થિક તંગીમાંથી પણ પસાર થવું પડે છે. પીરામાનીયા જેવી મેન્ટલ હેલ્થ કંડીશનનો ભોગ વિડીયોગેમ અથવા તો સટ્ટો રમતા લોકોમાં જોવા મળતો હોય છે. આવો જ રોગ ઓનલાઈન શોપીંગનું વળગણ ધરાવતા લોકોમાં પણ જોવા મળી શકે છે.