રાહત પેકેજમાં વધારો કરવાની માંગણી
ધોરાજી પંથકમાં પણ ચોમાસું પુરૂં થયું પણ વરૂણ દેવે વરસવાનું બંધ ન કર્યુ જન્માષ્ટમી રક્ષા બંધન શ્રાવણ મહિનો ગણેશ ચતુર્થી નવરાત્રી અને દિવાળી અને છેલ્લે દેવ દિવાળી આમ દરેક ધાર્મિક તહેવારો માં પણ વરૂણ દેવ મન મુકીને વરસતાં રહયાં અને ધરતીપુત્રો ને રાતે પાણી એ રડાવતા રહયાં બે વાવાઝોડાં અને કમોસમી વરસાદ ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને ખેતરોમાં ભારે નુકશાન થવા પામ્યુ હતું છેલે કમોસમી વરસાદ ભારે પવન અને કરા સાથે પડેલ વરસાદે કપાસ નો તૈયાર પાક ભોંય ભેગો કર્યો મહામહેનતે બચાવેલ મગફળી વેંચાય તે પહેલાં જ પલળી જતાં ખેડૂતો નો મોમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો હવે ખેડૂતો ને શિયાળું પાક લેવાં માટે ખેડૂતો પાસે રૂપિયા રહયાં નથી ધોરાજી નાં ખેડૂતો કુદરતી આફતો થી હેરાન પરેશાન થઈ ગયાં છે ધોરાજી શહેર કે ગ્રામ્ય માં પાક ને ભારે નુકશાન થવા પામ્યુ છે ત્યારે ધોરાજી તાલુકા નાં મોટીમારડ વાડોદર તથા બાજુ નાં ગામો ની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ થઈ ગઈ છે
ખેડૂતો નાં બગડેલા પાક ને ઉખાડી ને ફેંકવાનું કામ પણ કર્યુ હતુ અષાઢી બીજ આજુબાજુ સમયે વરૂણ દેવ મન મુકીને વરસ્યા ન હતી અને મોલ ને પાણી ની ખાંસી જરૂરીયાત હતી અને મોટીમારડ નાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વરૂણ દેવ ને રીઝવવા માટે રામધૂન ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા અને વરૂણ વરસ્યા હતાં ત્યારથી વરૂણ દેવે વરસવાનું ચાલુ કર્યુ છે અને હવે અત્યાર સુધી વરૂણ દેવ વરસવાનું બંધ નથી કર્યુ જેથી મોટીમારડ નાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આજરોજ રામજી મંદિરે વરૂણ દેવ ને રીઝવવા માટે અને હવે બાપલ્યા ખમૈયા કરો અને વરસવાનું બંધ કરવા માટે રામધૂન અને ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલ હતાં રાજ્ય સરકારે જે ૭૦૦ કરોડ રૂપિયાની જે જાહેરાત કરી છે તે ખેડૂતો માટે પૂરતી નથી એવું ખેડૂતો નું માનવું છે.