પૃથ્વીનું વાતાવરણ ગામ થવાની સમસ્યા વિજ્ઞાનીકો માટે સતત રહેતી અને વધતી જતી ચિંતાનો વિષય છે. ત્યારે પૃથ્વીનો તાપમાન વધારનારા પરિબળોમાં અને ગરમ કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જન થકી પૃથ્વીને ગરમ કરવામાં બેકટેરિયા અને સુક્ષ્મ જીવો સૌથી વધુ કારણભૂત હોવાનું તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં બહાર આવ્યું છે.
વિશ્ર્વને ગ્લોબલ વોર્મિગની સમસ્યામાંથી કેવી રીતે બચાવી શકાય તેના ચાલી રહેલા ચિંતનમાં ગ્લોબલ વોમિંગમાં બેકટરીયા અને સુક્ષ્મ જીવાણુઓની ભૂમિકા બહાર આવી છે.
નેચર કોમિનિકેશન જનરલમાં પ્રકાશીત થયેલા આ સંશોધન લેખમાં બેકટેરીયા અને સુક્ષ્મ જીવાણું જ પૃથ્વીનું તાપમાન વધારવા માટે સવિશેષ કારણ ભૂત હોવાનું દર્શાવાયું છે. બેકટેરીયા ઝડપી શ્ર્વોચ્છશ્ર્વાસની પ્રક્રિયાથી વાતાવરણમાં ગરમ કાર્બન ડાયોકસાઇડ મુકત કરે છે. બેકટેરીયા અને એક સ્તરીય સુક્ષ્મ જીવાણુંઓ પૃથ્વીનું વાતાવરણ ગરમ કરવામાં દરેક ખંડમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બેકટેરીયા અને સુક્ષ્મી જીવાણુંઓનું પ્રમાણ સમગ્ર પૃથ્વી પરની જીવસૃષ્ટિના કુલ વજનમાં અડધો અડધ હિસ્સો ધરાવે છે. મોટાભાગના સુક્ષ્મ જીવાણુઓ ઉર્જાનો શોષણ કરી કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં છોડે છે. જેવી રીતે આપણે શ્ર્વાસ બહાર કાઢીએ છીએ અને સુક્ષ્મ જીવો તાપમાનને આધારે પોતાના શરીરની ગરમી બહાર કાઢે છે જો કે તેમ છે?
સુક્ષ્મજીવોના કાર્બન ઉત્સર્જન શ્ર્વોચ્છોશ્ર્વાસ અને તાપમાન સાથેનો સંબઁધોનો ગુણોતર અલગ અલગ છે. પરંતુ સરેરાશ એકત્ર થયેલા આંકડાઓમાં વિજ્ઞાનિકોએ ૪૮૨ જેટલો સુક્ષ્મ જીવાણુ પર કરેલા અભ્યાસમાં આ જીવાણુઓ દ્વારા આપણી અપેક્ષા અને ધાર્યા કરતા અનેક ગણું વધારે કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જીન કરવામાં આવે છે. આ સંશોધન ટીમના મુખ્ય સંશોધક ડો. સમ્રાટ પવાર જણાવ્યું હતું કે ખુબ જ ટુંકાગાળામાં એક દિવસ કે કલાકોના સમયમાં એક સુક્ષ્મ જીવ સૌથી વધુ કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં મુકે છે. અને પૃથ્વીના વાતાવરણમાં ગરમી ફેલાવવામાં નિમિત બને છે અને વર્ષો દરમિયાન આ સુક્ષ્મ જીવાણુંઓ સામુહિક રીતે વાતાવરણમાં ગરમી ફેલાવવામાં પોતાના પુરોગામી અને ઉત્તરાધીકારીની શૃંખલા નિરંતર રીતે કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરતું રહે છે. આ સંશોધકકારોએ વિશ્ર્વના તમામ ભુખંડો પર સુક્ષ્મ જીવાણુઓ અને બેકટોરિયા દ્વારા કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં મુકત કરવાથી તાપમાન વધતું હોવાનું જણાવ્યું છે. ખારા પાણીની ભૂમિ એન્ટ્રાટિકાની ૦ થી લઇ ૧ર૦ ડીગ્રી મજેટલું વાતાવરણ ધરાવતા વિષુવતના વિસ્તારો સુધી બેકટેરીયાની આ કાર્બન ઉપન્નકરવાની રીત અકસમાન ચાલે છે. બેકટેરીયા અને સુક્ષ્મી જીવાણું ઓ ૪૫ ડીગ્રી થી નીચેના સ્તરના મઘ્યમ કક્ષાના તાપમાનજાળવી રાખે છે. અને એક દિવસ કે સપ્તાહના ટુંકા ગાળા અને મહિના કે વર્ષોના લાંબા ગાળા દરમિયાન સતત કાર્બન મુકત કરવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. સુક્ષ્મ જીવાણુઓ ૪૫ ડીગ્રી થી વધુનું વાતાવરણ સહન કરી લે છે અને તેમાં પણ તે વધારો કરવામાં ભુમિકા ભજવે છે. તમામ પ્રકારમાં સજીવોમાં બેકટેરિયા મોજુદગી હોય છે. તમામ પ્રકારના સંયુકત કોષમાં રહેલા આ બેકટેરીયા વનસ્પતિ અને પ્રાણી માત્રમાં એકસરખી કાર્યપઘ્ધતિ ધરાવે છે. આ દરેક બેકટેરિયા અને સુક્ષ્મ જીવો ઉર્જાનું શોષણ કરે છે અને કાર્બન ડાયોકસાઇડ મુકત કરે છે.
નવા અભ્યાસના પીએચડીના વિઘાર્થી થોમસ સ્મિથ જણાવ્યું હતું કે દરેક સજીવોના સુક્ષ્મ કર્ણો શ્ર્વોચ્છશ્રવ્સાની પ્રક્રિયામાં ઉજાનું શોષણ કરે છે અને કાર્બન ડાયોકસાઇ મુકત કરે છે. બેકટેરીયા અને આરચેરિયામાં આ પ્રક્રિયા સરખી રીતે ચાલે છે જે પૃથ્વીનું વાતાવરણ ગરમ કરવામાં ભાગ ભજવે છે.
વિશ્ર્વની હવામાનના બદલાવની સમીક્ષા માટે આપણે એ વાત જાણવી જોઇએ કે કેવી રીતે સુક્ષ્મ જીવો અને બેકટેરિયા પૃથ્વીના વધતા જતા તાપમાન સાથે કેટલાક પ્રમાણમાં શું સંગત છે.
આપણે ગ્લોબલ વોમિંગ માટે પેટ્રોલ-ડીઝલ નો ધુમાડો અને થર્મલ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિજળીને કારણે પૃથ્વીનું વાતાવરણગરમ થવાની હૈયા હોળી કરી રહ્યા છીએ. પણ ખરેખર તો પૃથ્વીનું તાપમાન વધારવામાં તમામ પ્રકારની જીવસૃષ્ટિ પણ જવાબદાર છે. નાના નાના બેકટેરીયા અને કોષપટલ કે બીજો કોષ પણ ન ધરાવતા એક કોષ વાળા સુક્ષ્મ જીવાણું ઓ પણ આપણી જેમ જ વાતાવરણમાંથી ઊર્જાનું શોષણ કરી કાર્બન ડાયોકસાઇડ મુકત કરે છે પ્રાણી અને વનસ્પતિમાં રહેલા બેકટેરિયા અગ્ન ભઠ્ઠી જેવું જ કામ કરતા હોય ત્યારે પૃથ્વીના વાતાવરણને તાઢક કયાંથી મળે.