વિવાદાસ્પદ નિવેદનો આપીને અનેકવિધ વખત રહ્યા છે ભાજપના સાંસદ ચર્ચામાં
ભરૂચના બીજેપીના સંસદસભ્ય મનસુખ વસાવાએ અયોધ્યા ચુકાદા અંગે તાજેતરમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેન્દ્રમાં બીજેપી સરકાર હોવાના કારણે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ પહેલાં પણ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અયોધ્યા રામ મંદિર બાંધવા અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારે હવે ભરૂચના બીજેપી સાંસદ મનસુખ વસાવા દિવાળી સ્નેહ મિલન સમારોહમાં અયોધ્યા અંગે વિવાદિત નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે રામ મંદિર વર્ષો જૂનો અને મોટો મુદ્દો હતો. દેશ આઝાદ પણ થયો નહોતો એ સમયથી રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલાય લોકો શહીદ થયા છે, કેટલાંય આંદોલન કર્યાં છે. પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે સુપ્રીમે આ ચુકાદો આપવો પડ્યો છે.
આ સિવાય મનસુખ વસાવાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલું આ નિવેદન હવે ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યું છે. આ પહેલાં પણ તેમના દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટીને લઈને આપવામાં આવેલા નિવેદનથી વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે અયોધ્યા રામ મંદિરને લઈ તેમના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
ભરૂચમાં દિવાળી બાદ સ્નેમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખ વસાવાનો એક વીડિયો વાઈરલ થયો છે. આ કાર્યક્રમમાં વસાવાએ મોટો બફાટ કર્યો હતો. તેમણે ઈનડાયરેક્ટલી સુપ્રીમ ઉપર કેન્દ્ર સરકારનો હોલ્ડ હોવાનો ઈશારો કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યુ છે. સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ શું કર્યો હતો બફાટ
સાંસદ મનસુખ વસાવાના વિવાદિત બોલ બોલ્યા છે. જેમાં “કેન્દ્રમાં ભાજપ હોવાથી જઈએ અયોધ્યામાં મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો” આ વાક્યને કારણે તમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ રહ્યો છે.