એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા યોજાયો કાર્યક્રમ
દર વરસે એસજીએફઆઈ (સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડીયા) અને આઈસીએસઈ બોર્ડ દ્વારા ક્ર્રિકેટ, ટેબલટેનિસ, ફુટબોલ, બેડ મિંટન, વોલિબોલ, ચેસ, સ્વીમીંગ, કબડ્ડી, સ્કેટીંગ, યોગા, કરાટે વગેરે અનેક રમતોનું આયોજન થતું હોય છે. જેમાં સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના કોચ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન મળતુ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિજેતા થાય છે.
૨૦૧૯ વર્ષ દરમ્યાન એસજીએફઆઈ સ્ટેટમાં ૮૩ વિદ્યાર્થાઓ, એસજીએફઆઈ નેશનલમાં ૦૮, સીઆઈએસસીઈ સ્ટેટમાં ૨૮૪ વિદ્યાર્થાઓ, સીઆઈએસસીઈ નેશનલમાં ૭૯ વિદ્યાર્થીઓ સિલેક્ટ થતા સ્પોર્ટસમાં માર્ગદર્શન પુરુ પાડનાર કોચ શિક્ષકો સોનું સુથાર (ક્રિકેટ), નીતિન પટેલ (ટેબલ ટેનિસ), ગુલાબ ભારદ્વાજ (ફુટબોલ), ભૂપત મકવાણા (સ્કેટીંગ), નિર્મલ ઠક્કર (બેડમીંટન), નવિન નાગમતે (લોનટેનિસ), કેયુર પારેખ (બાસ્કેટ બોલ), વિશાલ સાધુ (ચેસ), માલવ ગોલવાળા (કરાટે), સંજય ચૌધરી (એથ્લેટિક્સ-કબડ્ડી), નેહા યાદવ (ડાન્સ), હર્ષિલ હરગણ (સ્કેટીંગ), કૃષ્ણકાંત પટેલ (સ્વીમીંગ ), સંજય ચૌહાણ (સ્વીમીંગ)વગેરે કોચ -શિક્ષકોનેસ્કુલના પ્રિન્સીપાલ શ્રી પદ્માકુમાર, સ્કુલના ચીફ એડમીનિસ્ટ્રેટર હેમલ પંડ્યાએ અભિનંદન સાથે સન્માનિત કર્યા હતા.