પંચમતીયા પરિવારના બાળકે ગાંધી બની ગાંધીજીના વિચારો અને આદર્શને જીવનમાં ઉતારવા લોકોને અનુરોધ કર્યો
દ્વારકાધીશ મંદિર પરિષદની મહાત્માગાંધી સંકલ્પયાત્રા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ પ્રસ્થાન કરાવ્યું હતુ જામનગરનાં સાંસદ પુનમબેન માડમ દ્વારા ૨૦૦ કી.મી. સુધીની યાત્રા છેલ્લા ૨૦ દિવસથી ગાંધીજીના વિચારો અને આદર્શને લોકોના જીવનમાંક ઉતારવાના વિચારો સાથેની ગામે ગામની આ યાત્રામાં ખાસ કરીને સફાઈ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઓખામાં સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ઓખાના વેપારી મનસુખ ભાઈ બારાઈ, મોહનભાઈ બારાઈ તથા નગરપાલીકાના પ્રમુખ ચેતનભા માણેક સાથે આગેવાનો, અગ્રણીઓ તથા મહિલા મંડળના સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે ઓખા પંચમતીયા પરિવારનો જય પંચમતીયા આબેહુબ ગાંધીજી બની લોકોને ગાંધીજીના વિચારો તથા મૂલ્યાંકનોનું જતન કરવા જણાવ્યું હતુ અને આખો દવે પરિવારની દીકરી મનષ્વી દવે ભારત માતાનું સ્વરૂપ ધારણ કરી સર્વેને પ્રભાવીત કર્યા હતા.