પીછે પડ ગયા ઇન્કમટેકસમ્….!!!
સીબીડીટી દ્વારા ધોંષ બોલાવ્યા બાદ ૭૩૫ કરોડ રૂપિયાનાં કૌભાંડ થયોનો પર્દાફાશ
આયકર વિભાગ દ્વારા બ્રુહદ મુંબઇ મ્યુનીસીપલ કોર્પો.ના કોન્ટ્રાકટરોનો ઇન્કમ ટેક્ષ રેડના સકંજામાં લઇ ૭૩૫ કરોડની નાણાંકીય ગેરરીતી પકડી પાડયાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.
ગુરુવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર સીબીડીટીએ બ્રુહદ મુંબઇ મ્યુનિ. કોર્પો. ના કામ કરનાર સીવીલ કોન્ટ્રાકટર ને ત્યાં દરોડાઓ પાડી કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
ઇન્કમ ટેક્ષ વિભાગે ગુરુવારે શરુ કરેલી દરોડાની કામગીરી અને તપાસમાં મુંબઇ અને સુરતના કુલ ૪૪ સ્થળોએ ૬ઠ્ઠી નવેમ્બરે એક સાથે દરોડાઓ પાડયા હતા. બ્રુહદમુંબઇ મ્યુનિ. કોર્પો. સાથે સંકળાયેલા સીવીલ કોન્ટ્રાટકરના વિવિધ સ્થળોએ તપાસ શરુ કરી સીબીડીટી એ ઘોષ બોલાવી હતી.
આ તપાસમાં એવો પર્દાફાશ થયો છે કે સીવીલ કોન્ટ્રાકટરોએ આવકની એન્ટ્રીઓ લોનના રુપમાં અને ખર્ચામાં પણ વ્યાપક પણે ગોટાળા દર્શાવીને સિફતપૂર્વક રીતે આવક છુપાવી હોવાનું બહાર આવ્યું છે. દરોડાઓ દરમિયાન કરચોરી અને મનીલોડરીંગના મહેસુલી અપરાધ આચરાયા હોવાનું બહાર આવ્યું છે. બોગસ કંપનીઓ ઉભી કરીને લોન અને ખર્ચના બિલ એકબીજાના નામે ઉધારીને આવક છુપાવવાના મસમોટા કૌભાંડો બહાર આવ્યા છે. આ કેસમાં રોકડ અને આવક છુપાવવા માટે બેંક સાથે છેતરપીંડી અને નિયમ ભંગ થયા નો બહાર આવ્યું છે. જંગલ મિલકતમાં રોકાણ અને સહયોગી કંપનીઓના શેર ખરીદવામાં બેંકોના લોનના નાણા ખર્ચવામાં આવ્યા છે.
કોર્પોરેશનના કોન્ટ્રાકટરોના જુથ પર ચાલી રહેલી તપાસમાં ૭૩૫ કરોડના આર્થિક ગોટાળાઓ પકડી પાડવામાં આવ્યા છે.બ્રુહદમુંબઇ મ્યુનિ. કોર્પો.ના સીવીલ કોન્ટ્રાકટરના જુથ ઉપર કરવામાં આવેલી ઇન્કમટેક્ષની રેડોમાં આવક છુપાવવા માટે બોગસ ખરીદીઓના બિલો ઉધરાવવામાં આવ્યા છે. પેટા કોન્ટ્રાકટરોના નામે ખર્ચ ઉધારીને બેંક લોન અને અન્ય સહયોગીઓ પાસેથી નાણાં લીધેની બોગસ એન્ટ્રીઓની વિગતો તપાસમાં બહાર આવી છે. આ દરોડાઓની તપાસ હજુ ચાલુ જ છે અને તેમાં વધુ કેટલાંક લોકની સંડોવણી અને લાભાર્થીઓના નામ બહાર આવશે તેમ સીબીડીટીના સુત્રોએ જણાવ્યું હતું.
બીએમસી કોન્ટ્રાકટરો પર પાડવામાં આવેલા દરોડાઓમાં છઠ્ઠી નવેથી શરુ થયેલી તપાસમાં મુબઇ અને સુરતના ૪૪ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આવક છુપાવી ખર્ચના ખોટા બીલ ઉધરાવી કરવામાં આવેલી વ્યાપક કરચોરીના કરોડો રૂપિયાની ગેરરીતી બહાર આવી છે. હજુ આ આંકડો વધે તેવું જાણવા મળ્યું છે.