સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ મેન્યુફેચર્સને માહિતગાર કરવા સંયાજી હોટલ ખાતે પ્લાસ્ટી વિઝન-૨૦૨૦નો લોન્ચીંગ કાર્યક્રમ અને રોડ-શો યોજાયો
ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો. દ્વારા ઓર્ગેનાઈઝ પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ મુંબઈ તેમજ સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો. અને રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો.નું રાજકોટમાં આવેલ સંયાજી હોટલ ખાતે લોન્ચીંગ પ્રોગ્રામ અને રોડ-શો બુધવારના રોજ યોજાયો હતો.
ખાસ તો આ લોન્ચીંગ કાર્યક્રમનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના નાના-મોટા ઈન્ડસ્ટ્રાલીસ્ટ તા ઉદ્યોગપતિઓને તેના યુનિટોને ઘરબેઠા એક્ઝિબીશનનો લાભ મળી શકે તેમજ પ્લાસ્ટિકની પ્રોડકટો વિશે માહિતગાર કરવા અને પ્લાસ્ટીવિઝન-૨૦૨૦માં આમંત્રીત કરવાનો હતો.
જૂની ઘરેડમાંથી નીકળી નવી ટેકનોલોજી દ્વારા લેટેસ્ટ પ્રોગ્રામ અને મશીનની જાણકારી મેળવી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝને આગળ લાવી શકાય અને પ્લાસિટકનો સદઉપયોગ થાય તે માટે મુંબઈથી આવેલા ડેલીગેટસોએ સૌરાષ્ટ્ર રાજકોટના પ્લાસ્ટિક મેન્યુફેચર્સને માહિતગાર કર્યા હતા અને પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ની માહિતી આપી હતી. આજે ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો.નો ભાવનગર ખાતે લોન્ચીંગ કાર્યક્રમ અને રોડ-શો યોજાનાર છે.
બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેચર્સ એસો.ના વેસ્ટ ઝોન વાઈસ પ્રેસીડેન્ટ મયુર શાહ, ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ યોગેશ શાહ, હિતેન ભેડા તેમજ પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ના હોસ્પિટાલીટી ચેરમેન મનોજ શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ રાજકોટ ગ્રેટર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ ધનસુખભાઈ વોરા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એસો.ના વાઈસ પ્રેસીડેન્ટ કામાણી, જે.કે.પટેલ, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ વાઈસ પ્રેસીડેન્ટ કિશોરભાઈ સંઘવી, રમેશ ગજેરા અને રમેશ ચાવડા સહિત રાજકોટ સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના મેન્ફેકચર્સ હાજર રહ્યાં હતા.
ગુજરાત પ્લાસ્ટિક રો-મટીરીયલનું હબ: મયુર શાહ
ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો.ના વેસ્ટ ઝોનના વાઈસ પ્રેસીડેન્ટ મયુરભાઈ શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટીવિઝન ૨૦૨૦ અમારી ૧૧મી એડિશન છે. આ વખતે એક્ઝિબીશનમાં ૧૫૦૦થી વધારે સ્ટોલ ધારકો અને વિશાળ ૮ ડોમમાં એક્ઝિબીશન થનાર છે. જેમાં ચાઈના, યુકે, તાઈવાન અને સાઉથ એશિયન સહિતના દેશોમાંથી ડેલીગેટસ આવનાર છે. તેમજ ઈન્ડિયાની તમામ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિબીટરો આ એક્ઝિબીશનમાં ભાગ લેશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર પ્લાસ્ટિક રો મટીરીયલનું હબ છે. ગુજરાતમાં ઘણા બધા પ્લાસ્ટિક મશીનના મેન્યુફેકચર્સ છે. ખાસ તો એમએસએમઈ ઈન્ડિસ્ટ્રઝના ઓનર માટે અમે રોડ-શો કરી રહ્યાં છીએ. હાલમાં જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તો તેમાંથી બહાર નીકળવા પ્લાસ્ટિ વિઝન ૨૦૨૦માં એવી પ્રોડકટો લોકોને મળશે કે જેમાં થોડો-ઘણો બદલાવ કરવાી નવી પ્રોડકટ બનાવીને રૂપિયા મેળવી શકાશે. પ્રદૂષણ અત્યારનો મહત્વનો મુદ્દો બન્યો છે. ખાસ તો પ્લાસ્ટિકનું રી-સાયકલીંગ કરી શકાય તે માટે એક્ઝિબીશનમાં ખાસ પેવેલીયન બનાવવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક વિશે લોકોમાં જાગૃતતા આવે તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે. પ્લાસ્ટિકનું રી-સાયકલીંગ કરી તેનો બીજી રીતે વપરાશ કરી શકાય તેનું માર્ગદર્શન પણ અહીં આપવામાં આવશે. પ્લાસ્ટિક ખરાબ નથી પરંતુ તેની લીટરીંગ હેબીટ પર જો જાગૃતતા લોકોમાં આવે તો પ્લાસ્ટિકનો ઉત્તમ ઉપયોગ કરી શકાય.
પ્લાસ્ટી વિઝન-૨૦૨૦માં એક મીટરના સ્ટોલ પણ ઉપલબ્ધ: યોગેશ શાહ
ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો.ના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ યોગેશભાઈ શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ એક્ઝિબીશની ગ્રાઉન્ડ કમીટી હેડ રચી ચૂકયો છું અને આ વખતે પણ પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ના ગ્રાઉન્ડ હેડની જવાબદારી પણ મને આપવામાં આવી છે. પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ની આ વખતેની વિશેષતા છે કે, ૧૫૦૦થી વધુ સ્ટોલ તેમજ ૨.૫ લાખથી વધુ વિઝીટરો પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ની મુલાકાત લેશે. લોકોમાં પ્લાસ્ટિકને લઈ જાગૃતતા આવે તે માટે અને પ્લાસ્ટિક રી-સાયકલીંગ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવા એક્ઝિબીશનમાં ખાસ પેવેલીયન બનાવવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આવવાનું કારણ એકમાત્ર એ છે કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક રિ-પ્રોસેસીંગમાં સૌથી આગળ પડતું છે અને રી-સાયકલીંગને કઈ રીતે હાઈલાઈટ કરવું તેનો પ્રેરણારૂપ માર્ગ અહીંથી મળી શકે છે. આ વખતે પ્લાસ્ટીવિઝન-૨૦૨૦માં ખાસ તો નાના ઈન્ડસ્ટ્રીઝના લોકો પણ ભાગ લઈ શકે તે માટે ૧ મીટરના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. દર ત્રણ વર્ષે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લાસ્ટિક એક્ઝિબીશન થાય છે અને આગામી સમયમાં લોકોની માંગ પ્રમાણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ એક્ઝિબીશન કરવાનો અમારો વિચાર છે.
પ્લાસ્ટી વિઝન-૨૦૨૦નો ઉદ્દેશ પ્લાસ્ટિક ઉદ્યોગોનો ઉત્કર્ષ: હિતેન ભેડા
ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો.ના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ હિતેન ભેડા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૮ વર્ષોથી અમે પ્લાસ્ટિક એક્ઝિબીશન કરી રહ્યાં છીએ જેનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક ઉદ્યોગનો ઉત્કર્ષ થાય તે છે અને આ વખતેની અમારી ૧૧માં એડિશન છે. દુનિયાભરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ પરિવર્તીત થઈ રહ્યો છે તો આ બાબતની નવી માહિતી પ્લાસ્ટીવિઝન-૨૦૨૦માંથી જાણવા મળશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાત પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે ઘણા સમયથી સંકળાયેલ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘણી બધી મોટી-મોટી પ્લાસ્ટિકની ફેકટરીઓ ચાલી રહી છે. અમારો એકમાત્ર પ્રયાસ છે કે તમામ શહેરોમાં અમે લોકોને એક્ઝિબીશનમાં આવવા આમંત્રીત કરીએ. જેનાી પ્લાસ્ટિક વિશેની લોકોની ગેરસમજણ દૂર થાય અને પ્લાસ્ટિકને રી-સાયકલીંગ કરી તેમાંથી ઘણી બધી પ્રોડકટો બનાવી શકાય તે અંગે માહિતગાર કરવા અમે જુદા જુદા શહેરોમાં રોડ-શો ચલાવી રહ્યાં છીએ. આ ઉપરાંત પ્લાસ્ટીવિઝન-૨૦૨૦માં દુનિયાભરની પ્લાસ્ટિકની નવી ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીઝ ૪.૦ વિશે લોકોને માહિતગાર કરાશે.
ઓટોમેશનમાં પ્લાસ્ટીકની નવી ટેકનોલોજીથી લોકોને અવગત કરાશે: મનોજ શાહ
પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ એક્ઝિબીશનના હોસ્પિટાલીટી ચેરમેન મનોજભાઈ શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ એક્ઝિબીશનની વિશેષતાને ૮ પેવેલીયન આકર્ષણ જમાવશે જેમાં ખેતીમાં પ્લાસ્ટિકના વધતા જતા મહત્વને ઉજાગર કરતા પ્લાસ્ટિક ઈન એગ્રીકલ્ચરનું પેવેલીયન, ઓટોમેશનમાં પ્લાસ્ટિકની નવી ટેકનોલોજીથી લોકોને અવગત કરાશે. આ વખતના એક્ઝિબીશનમાં પ્લાસ્ટીક રિ-સાઈકલીંગ વિશે લોકોને ઘણું બધુ જાણવા મળશે. અને પ્લાસ્ટિકની સદઉપયોગ વિશે પણ માહિતગાર કરાશે. આગામી ૧૬ જાન્યુઆરીથી મુંબઈ ખાતે આ એક્ઝિબીશન નાર છે. જેના અગાઉ અમે દેશના ૫૦ શહેરોમાં રોડ-શો કરી રહ્યાં છીએ.
પ્લાસ્ટીવિઝન-૨૦૨૦માં તમામ પ્લાસ્ટીક ઉદ્યોગોને સાંકળી લીધા છે: ધનસુખ વોરા
રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ ધનસુખભાઈ વોરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસો. દ્વારા રાજકોટમાં જે રોડ-શો કરવામાં આવી રહ્યો છે તે ખૂબજ મહત્વપૂર્ણ છે. આગામી જાન્યુઆરી માસમાં ૫ દિવસ મુંબઈ ખાતે આ એકસ્પો નાર છે. આ એકસ્પોમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક ઉદ્યોગોને સાંકળી લેવામાં આવ્યા છે. ભવિષ્યમાં પ્લાસ્ટીકનો વપરાશ કઈ તરફ જશે તે અંગેની માહિતીનું પ્રદાન આ એકસ્પોમાં કરવામાં આવશે.
મારી અપીલ લોકોને એ છે કે, જે પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર તમામ લોકોએ પ્લાસ્ટીવિઝન-૨૦૨૦ની મુલાકાત લેવી જોઈએ.