સોશિયલ મીડિયાનાં અતિરેકનાં કારણે ફેસબુકની સોશિયલ મીડિયા ઉપર તવાઈ
વિશ્વ આખામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અતિરેક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે જેનાં કારણે અનેકવિધ તકલીફો અને અનેકવિધ સમસ્યાઓનો સામનો પણ દેશ અને વિશ્વએ કરવો પડી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લેતા ફેસબુકે ૫૪૦ કરોડ બોગસ ખાતાઓને બંધ કર્યા છે જેમાં સોશિયલ મીડિયા પર થતા મેન્યુપ્યુલેશન તથા ખોટી માહિતીઓ આપ-લે કરતી હોવાની વિગતો પણ મુખ્યત્વે સામે આવી છે. અતિરેક વધવાનાં કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ઉપર લોકો દ્વારા બોગસ એકાઉન્ટ ખોલવામાં આવી રહ્યા છે જેનાથી દેશ અને વિશ્ર્વને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડી રહ્યો છે. દિન-પ્રતિદિન વધતા જતા બોગસ એકાઉન્ટનાં કારણે લોકોએ ઘણી ખરી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.
આ તકે ફેસબુકનાં અધિકૃત સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓએ તેમની સિસ્ટમ વધુ સુદ્રઢ કરી બોગસ ખાતાઓને પકડી પાડવા અને તેને બંધ કરવા માટેની તકનીકની શોધખોળ કરી છે જેથી જે કોઈ વ્યકિત દ્વારા ફેસબુકનાં બોગસ એકાઉન્ટ ખોલી ખોટી માહિતીની આપ-લે કરવામાં આવે તો તેના પર તવાઈ બોલાવી શકાશે જેથી વિશ્ર્વભરમાં ટ્રાન્સફરેન્શી એટલે કે પારદર્શકતા રહે. હાલ ફેસબુક લોકોમાં લોકચાહના ઉભી કરવામાં અત્યંત સફળ રહ્યું છે ત્યારે તેની સામે ફેક એકાઉન્ટો પણ એટલા જ અંશે ખુલ્લી રહ્યા છે ત્યારે આ અતિરેક પર કાબુ મેળવવા માટે સરકાર અનેકવિધ પ્રકારે મહેનત કરી રહી છે અને આ અંગે ફેસબુકને પણ તાકીદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ માત્ર ફેસબુક જ નહીં પરંતુ સોશિયલ મિડીયાનાં તમામ પ્લેટફોર્મ કે જયાં અતિરેક દિન-પ્રતિદિન વધતો જોવા મળે છે તેને કેવી રીતે રોકી શકાય અને તેને કેવી રીતે અટકાવી શકાય તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં ફેસબુક દ્વારા ૫૦,૭૪૧ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી બે તૃતીયાંશ જેટલી અરજીઓ ફેક હોવાનું એટલે કે બોગસ હોવાનું સામે આવ્યું હતું. લોકો દ્વારા કરવામાં આવેલી ઇન્કવાયરીનાં આધાર પર તે બોગસ એકાઉન્ટોને રદ કરી દેવામાં આવ્યા હતા. હાલ સરકારે પણ ફેસબુકને ચાલુ વર્ષમાં ૧૬ ટકા જેટલા બોગસ દસ્તાવેજો હોવાનું જણાવ્યું હતું જે ફેસબુક દ્વારા તમામ એકાઉન્ટોને રદ કરવામાં આવ્યા હતા. આ તકે ફેસબુકનાં અધિકૃત સુત્રોનાં જણાવ્યા અનુસાર એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, સરકાર દ્વારા જે કોઈ બોગસ એકાઉન્ટને લઈ રીકવેસ્ટ કરવામાં આવશે તે તમામ એકાઉન્ટોને બંધ કરી તેને બ્લોક કરી દેવામાં આવશે અને તેનાં ઉપર લીગલ કાર્યવાહી પણ કરાશે. હાલનાં તબકકે સોશિયલ મિડીયાનો અતિરેક એટલાઅંશે વધી ગયો છે જેમાં કોઈ જ્ઞાતિ-જાતિ આધારીત પોસ્ટનાં કારણે અનેકવિધ પ્રકારનાં હુલ્લડો પણ થતા જોવા મળે છે. લોકોમાં વયમનસીયતાનો માહોલ ઉદભવિત થતો હોય છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ માત્રને માત્ર લોકોનાં એન્ટરટેન્મેન્ટ અને તેમની રોજબરોજની જીંદગી તથા વ્યાપાર સંબંધી ઉપયોગ માટે લેવામાં આવે છે પરંતુ હાલ જે રીતે સોશિયલ મીડિયાનો અતિરેક દિન-પ્રતિદિન વધી રહ્યો છે તેને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે માત્ર સોશિયલ મીડિયાનાં માધ્યમથી કરોડો લોકોની જિંદગી સાથે છેડછાડ પણ કરવામાં આવતી હોય છે.
આ તકે ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, ફેસબુક હરહંમેશ તેને સુરક્ષિત રાખવા માટેનાં પ્રયત્નો કરતું રહે છે અને વપરાશકર્તાઓની તમામ માહિતીઓ સુરક્ષિત રહે તે દિશામાં પણ હરહંમેશ વિચાર કરે છે. ફેેસબુક દ્વારા ખરબો રૂપિયોનું રોકાણ કરવામાં આવ્યું છે ત્યારે તેની શાખ પર કોઈપણ પ્રકારનો ડાઘ ન લાગે તે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યા છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ફેસબુક આગામી દિવસોમાં ક્ધટેન્ટ અને ખરા યુઝર્સો માટે નવી પોલીસીનું નિર્માણ કરશે જે તેમનાં દ્વારા અને ફેસબુકને વધુ સુરક્ષિત રાખવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.