સેમ-૩ અને સેમ-૫નાં ૭૧ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ બીજા તબકકામાં પરીક્ષા આપશે
બી.એ., બી.કોમ., બી.સી.એ., બીએસ.સી. આઇટી, એમ.સી.એ, એમ.એસ.સી. આઇટી,સહિતની પરિક્ષાઓ લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ આગામી ૧૮મી નવેમ્બરને સોમવારનાં રોજ થવા જઈ રહ્યો છે ત્યારે બીએ, બીકોમ સહિતની ૨૭ પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં ૭૧,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
પરીક્ષામાં ગેરરીતીનાં બનાવો ન બને તે માટે ઓબ્ઝર્વરની ખાસ નિમણુક કરવામાં આવી છે. તેમજ જમ્બલીંગ સિસ્ટમ પણ યથાવત રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ બીએ બીએડ સેમ-૩નાં ૬૭, બીએ સેમ-૩નાં ૧૪,૭૭૫, બીએ એકસટર્નલનાં ૬૯૪૨, બીએએચએસ સેમ-૪નાં ૧૬, બીએ આઈડી સેમ-૩નાં ૪૨, બીએઆઈડી સેમ-૮નાં ૩૬, બીએએલએલબી સેમ-૩નાં ૬૦, બીએલએલએલબી સેમ-૫નાં ૨૮, બીબીએ સેમ-૩નાં ૩૯૧૨, બીસીએ સેમ-૩નાં ૩૬૦૧, બીકોમ સેમ-૩નાં ૨૭,૩૯૧, બીકોમ સેમ-૩ એકસટર્નલનાં ૨૫૫૫, બીપીએ સેમ-૧નાં ૪૬, બીઆરસી સેમ-૧નાં ૧૭૦, બીએસસી સેમ-૩નાં ૮૧૭૨, બીએસસીએચએસ સેમ-૧નાં ૩૦૦, બીએસસી આઈટી સેમ-૩નાં ૧૯૭, બીએસડબલ્યુ સેમ-૧નાં ૧૯૬, એલએલબી સેમ-૧નાં ૨૭૧૭, એમસીએ સેમ-૩નાં ૭૧, એમસીએ સેમ-૫નાં ૬૬, એમએસસીઆઈટી સેમ-૩નાં ૧૭૨, એમએસસીઈસીઆઈ સેમ-૩નાં ૧૦, એમએસસીઈએસઆઈ સેમ-૫નાં ૧૧, એમએસસી એ પ્લાઈડ ફિઝિકસ સેમ-૩નાં ૨૫, એમએસસી એ પ્લાઈડ ફિઝિકસ સેમ-૫નાં ૨૯ સહિતિં કુલ ૭૧,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને સાથોસાથ સોમવારથી બીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ થશે. ગેરરીતી અને ચોરીનાં બનાવો અટકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અધિકારીઓ અને સતાધીશો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાસ તો તમામ પરિક્ષાના કેન્દ્રો પર સી.સી.ટી.વી. કેમેરાથી યુનિવર્સીટીના અધિકારીઓ નિગરાણી રાખશે જેનાથી કોપીકેસનું પ્રમાણ અને ગેરરિતી થતી અટકશે તેવું સત્તાધીશોનું કહેવું છે.