સાંપ્રત સમસ્યાઓ, ઈન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ, રોજગારી, લેબર લોઝ સહિતના મુદે ગહન ચર્ચા કરી
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવાર કે જેઓ ભારત સરકારમાં સ્વતંત્ર હવાલો ધરાવે છે. તેઓ કલબ યુવી બિઝનેસ વિગતના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીની બાન લેબ્સની હેડ ઓફીસે મુલાકાત કરી હતી.
તેઓ સને ૧૯૮૯થી ઉતર પ્રદેશના બરેલી વિસ્તારનાં સાંસદ સભ્ય તરીકે સતત ચૂંટાત આવે છે. તેઓ સીનીયર સંસદ સભ્ય છે અને અગાઉ ભારત સરકારમાં રાજય કક્ષાના ફાયનાન્સ મીનીસ્ટર, ટેકસટાઈલ મંત્રી પણ રહી ચૂકયા છે. અને હાલ ભારત સરકારમા શ્રમ અને રોજગાર મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સુંદર રીતે ચલાવી રહ્યા છે.
કલબ યુવી બીઝનેશ વિગ દ્વારા કલબ યુવીની તમામ વિંગનાં હોદેદારો, ચેમ્બર ઓફ કોમર્સ, ગેટર્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ, સૌરાષ્ટ્ર-કચ્છચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, મેટોડા નયમહલ રાજકોટ સહિતની સંસ્થાઓ સાથે સાંપ્રત સમસ્યાઓ અંગે વિચાર ગોષ્ઠીનું આયોજન કરેલ. જેમાં ઈન્ડસ્ટ્રીઝને પડતી મુશ્કેલીઓ, રોજગારી લેબર લોઝ સહિતના મુદાઓ અન્વયે ગહન ચર્ચાઓ કરવામાં આવેલ હાલ ઈન્ડસ્ટ્રીઝમાં પડતી અલગ અલગ મુશ્કેઓથી મંત્રીને વાકેફ કરેલ મંત્રીએ નરેન્દ્રભાઈ મોદીના હાલના અને ભવિષ્યનાં વિચારો અને શ્રમ અને રોજગાર મંત્રાલયના ભવિષ્યનાં વિચારોથી માહિતગાર કરેલ.
મંત્રીએ સૌરાષ્ટ્ર કચ્છની ઈન્ડસ્ટ્રીઝ, રોજગારી સહિતની બાબતો હાજર લોકો પાસેથી જાણેલ અને ભવિષ્યમાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં આવતા પ્રશ્ર્નો બાબતે વિગતે બધાને સાંભળેલ અને ભવિષ્યમાં આ મંત્રાલયમાં કોઈપણ પ્રકારનાં કાયદા, નોટીફીકેશન કે કોઈ બાબતે કામકાજ હોય તો દિલ્હી આવવા માટે સર્વને આમંત્રણ આપેલ વિશેષમાં મંત્રી ગંગવારે જણાવેલ કે, લેબર લોઝ ને ખૂબજ સરળ અને પારદર્શક બનાવવા માટે તથા અન્ય ડિપાર્ટમેન્ટની જેમ ટેકનોલોજીનો ઉપયોગ લઈ લગભગ લેબરનાં ૪૨ જેટલા કાયદાને બંધ કરી અને કુલ ૪ કોડ ડેવલોપ કરવાનું અને માર્ચ મહિનાથી તેનું અમલીકરણ કરવાનું કહેલ તેને દરેક ઉદ્યોગપતિઓએ વધાવી લીધેલ.
હાલના ઉદ્યોગોને ભારત ભરમાં લેબર અને રોજગારીનાં પ્રશ્ર્નની ચર્ચાનાં અનુસંધાને હાલની ભારત સરકાર ચિંતીત છે. અને ભવિષ્યમાં ઉદ્યોગોને લગતા બીજા બધા પ્રશ્ર્નોનો સરળીકરણ અને વેપાર ઉદ્યોગને વેગ મળે તે માટે ભારત સરકાર ગંભીરતાથી વિચારી રહેલ છે.
હાલના વૈશ્વિક મંદીના સંજોગોમાં ભારતમાં રોજગારી ઘટવાની સમસ્યા સર્જાતી હોય તો તેનો સામનો કરવા માટે પણ સરકાર કટીબધ્ધ છે.
ચર્ચામાં હાલ પી.એફ.નાં કાયદા બીજા વિકસીત દેશોની સાપેક્ષમાં ખૂબજ ગુંચવણ ભર્યા હોય તેને સરળીકરણ કરવા વેપાર ઉદ્યોગે રાજૂઆત કરેલ છે. મોરબીમાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝને પડતી મુશ્કેલીઓ અન્વયે વરમોરા ગ્રુપનાં રમણીકભાઈ વરમોરા, ભરતભાઈ વરમોરાએ વિગતે રજૂઆતો કરેલ તેમાં ખાસ કરીનેહાલ સાઉદી આરબ સહિતનાદેશોમા જે ડયુટીનો વધારો કરેલ છે. તે બાબતે ભારત સરકારે ગંભીરતાથી પ્રશ્ર્ન હાથમાં લઈ નીરાકરણ કરવા રજૂઆત કરેલ. તેમજ હાલ સ્પીનીંગ ઉદ્યોગમાં નિકાસ માટે મુશ્કેલી સર્જાતી હોય તે માટે પણ ખાસ રજૂઆતો કરવામાં આવેલ. મોટી ઈન્ડસ્ટ્રીઝમાં વધુ સ્ટાફ હોવાથી સ્ટાફના આધાર કાર્ડ,પાન કાર્ડ, ઈલેકશન કાર્ડમાં ફોટો, ટુંકા નામ વિગેરેથી શ્રમ અને રોજગાર મંત્રાલયની લોકલ કચેરીઓમાં જે જે મુશ્કેલીઓ પડે છે. તેનાથી પણ માહિતગાર કરવામાં આવેલ અને તે અન્વયે આ મંત્રાલયે પણ બેંકોને પણ જરૂરી સુચનાઓ આપવી જોઈએ જેથી લેબરના બેંક ખાતા સહિત યોગ્ય રીતે ખૂલી શકે અને ઓપરેટ થઈ શકે તેમજ મંત્રીએ લેબર લોઝથી પડતી ઝીણવટ ભરી ખામી મુશ્કેલીઓ સાંભળેલ અને તેનો સત્વરે યોગ્ય ઉકેલ લાવવા માટે જણાવેલ.
આ વિચાર ગોષ્ઠીના કાર્યક્રમમાં મૌલેશભાઈ ઉકાણી, મહેન્દ્રભાઈ ફડદુ, બીપીનભાઈ વસંતભાઈ ભાલોડીયા, જગદીશભાઈ કોટડીયા, કિરીટભાઈ આદ્રોજા, ગૌતમભાઈ ધમસાણીયા, રીપલભાઈ પટેલ, અતુલભાઈ કાલરીયા, ભરતભાઈ વરમોરા, સુરેશભાઈ આગોણજા, આશીષભાઈ વાછાણી, બન્ટીભાઈ પટેલ, પ્રક્ષેશભાઈ સુરાણી, પાર્થભાઈ ગણાત્રા, ધનસુખભાઈ વોરા, નલીનભાઈ ઝવેરી, ધવલભાઈ મહેતા, મીતલભાઈ ખેતાણી, મનીષભાઈ ભટ સહિતનાઓએ ભાગ લીધેલ.
કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો મૌલેશભાઈ ઉકાણી, ચેરમેન, સ્મિતભાઈ કનેરીયા, વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ ફડદુ, એમ.ડી., શૈલેષભાઈ માકડીયા, એમ.એમ. પટેલ, જીવનભાઈ વડાલીયા, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા, કાંતીલાલ ઘેટીયા ફરજ બજાવે છે. તેમજ કલબ યુવી કોર કમીટીમાં પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, સંદીપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, આશીષભાઈ વાછાણી, રેનિશભાઈ માકડીયા સહિતના ફરજ બજાવે છે.