…ઓનલી જીઓ

સર્વાઈવલ ધી ફિટેસ્ટનો નિયમ મોબાઈલ ક્ષેત્રને લાગ્યો: શું જીઓ સામે કોઈ કંપની ટકી નહીં શકે?

ટેલીકોમ ક્ષેત્રમાં છેલ્લા લાંબા સમયી મસમોટા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ૪જી ક્ષેત્રમાં રિલાયન્સ જીઓના આગમન બાદ બીએસએનએલ પડી ભાંગ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ વોડાફોન-આઈડિયા જેવી વિશાળકાય કંપનીઓને પણ આર્થિક ફટકો લાગ્યો છે. ટેલીકોમ ક્ષેત્રમાં પણ હવે નાની માછલી મોટી માછલીને ખાય જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

૪જી સેકટરમાં જીઓના આગમન બાદ સસ્તા ટેરીફના કારણે લાખો ઉપભોગતાઓએ પોર્ટેબલીથી કંપનીઓ બદલી હતી. નવા જોડાણો લીધા હતા. પ્રારંભીક તબક્કે ખોટ સહન કરનાર જીઓ સમયાંતરે નફો કરવા લાગ્યું છે. બીજી તરફ ટેરીફના નીચા દરના કારણે જીઓનું કદ વધતું ગયું છે અને અન્ય કંપનીઓને ફટકો પડયો છે. બીએસએનએલ ટૂંકાગાળામાં અધધધ… ખોટ સહન કરવા લાગ્યું છે. સર્વાઈવલ ધી ફિટેસ્ટનો નિયમ મોબાઈલ ક્ષેત્રને લાગ્યો છે ત્યારે જીઓ સામે કોઈ અન્ય કંપની ટકી શકશે ? તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યાં છે.  સરકારી કંપનીની ખસતા હાલત થઈ છે. બીજી તરફ ખાનગી કંપનીઓ પણ જીઓના ફટકાથી બાકાત રહી નથી. વોડાફોન-આઈડિયા ૧.૯ બીલીયન યુરોનું નુકશાન કરી રહ્યાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં પરિસ્થિત્તિ લાંબા સમય માટે પડકારરૂપ હોવાનો દાવો વોડાફોનના ચિફ એક્ઝિક્યુટીવ નીકરીડ કરી રહ્યાં છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ ખાનગી ટેલીકોમ કંપનીઓને ખુબજ આકરો લાગયો છે. સ્પેકટ્રમના પેમેન્ટ, લાયસન્સ ફી અને ટેકસની સાથે પેનલ્ટીમાં પણ રાહત આપવામાં આવે તેવી ઈચ્છા વોડાફોનની છે. પ્રાઈઝ વોરમાં જીઓએ સરકારી તેમજ ખાનગી કંપનીઓને ઘુંટણીએ પાડી દીધી છે. નાની માછલીને મોટી માછલી ખાય જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20

પરિસ્થિતી સામે લડવા વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલા પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ તાજેતરમાં કેબીનેટ સેક્રેટરી રાજીવ ગૌબાતને મળ્યા હતા. સુત્રો પાસેથી વિગતો મુજબ વોડાફોન-આઈડિયાનું નુકશાન સતત વધી રહ્યું છે. ટેલીકોમ ક્ષેત્રમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સરકારને જાણ કરવામાં આવી છે. બીએસએનએલના આર્થિક નુકશાન પાછળ પણ છેલ્લા થોડા સમયની ટેલીકોમ ક્ષેત્રની મોનોપોલી જેવી હાલત જવાબદાર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ભારતીય બજારમાં જીઓ સામે લડવા વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ પણ સ્થિતિ થાળે પડે તેવી કોઈ જ આશા દેખાતી નથી. બીજી તરફ જીઓ માત્ર ટેલીકોમ ક્ષેત્રમાં જ નહીં પરંતુ બ્રોડબેન્ડ સહિતના ક્ષેત્રમાં પણ ધીમે-ધીમે પગદંડો જમાવી રહ્યું છે જે અન્ય કંપનીઓ માટે નુકશાનજનક સાબીત થઈ શકે છે. વર્ષો પહેલા આરકોમની થયેલી હાલતનું પુનરાવર્તન ફરીથી કોઈ ખાનગી કંપની સાથે થઈ શકે તેવી દહેશત જોવા મળી છે.

રિલાયન્સ જીઓનું ટેલીકોમ ક્ષેત્રમાં આગમન થયા બાદ એરટેલ, આઈડિયા, વોડાફોન સહિતની ખાનગી કંપનીઓએ જીઓના ટેરીફ સામે વાંધો ઉઠાવ્યો હતો. જીઓનું ટેરીફ તે સમયે ૪જી કનેકટીવીટી ઈન્ટરનેટ માટે સૌથી સસ્તુ હતું. પરિણામે કરોડો ગ્રાહકો જીઓ તરફ વળ્યા હતા. સમયાંતરે અન્ય કંપનીઓને આર્થિક નુકશાન થવા લાગ્યું હતું. આ મુદ્દે ટ્રાયને પણ કંપનીઓ દ્વારા રજૂઆત થઈ હતી. જીઓના સસ્તા ટેરીફ પ્લાનની સૌથી વધુ અસર બીએસએનએલ અને વોડાફોનને થઈ હોવાનું ફલીત થઈ રહ્યું છે. બીએસએનએલ લાંબા સમયથી પોતાના કર્મચારીઓના પગાર પણ ચૂકવી શકયું નથી. બીજી તરફ કંપનીને રાહતના ડોઝ આપવા સરકાર પગલા લઈ રહી છે. ખાનગી કંપનીની પણ હાલત ખરાબ થઈ ચૂકી છે. જીઓના સસ્તા ટેરીફ સામે લડવું આંતરરાષ્ટ્રીય કંપની માટે પણ મુશ્કેલ બન્યું છે. વોડાફોન અને આઈડિયાનું મર્જર થવા છતાં કંપનીઓનું નુકશાન કુદકે ને ભુસ્કે વધી રહ્યું છે. ભારતીય ટેલીકોમ સેકટરમાં જીઓનું કદ વધી ગયું હોવાથી અન્ય નાની કંપનીઓને બજારમાં ટકવું મુશ્કેલ છે. અધુરામાં પૂરું તાજેતરમાં વડી અદાલતે આપેલા ચૂકાદા બાદ ભરવાની તી રકમ કંપનીઓ માટે માથાના દુ:ખાવા સમાન છે.

એક સમયે ઓનલી રિલાયન્સની ટેગલાઈન લોકોની જીભે ચડી ગઈ હતી. આવી જ સ્થિતી ટેલીકોમ ક્ષેત્રમાં ઓનલી જીઓથી ઉભી થયેલી છે. જો કે, આ મુદ્દે નકારાત્મક પાસા પણ સામે આવ્યા છે. સરકારની બીએસએનએલને આર્થિક ક્ષેત્રે માઠી અસર પહોંચતા હવે આ સેકટરમાં માત્ર જીઓ જેવી ખાનગી કંપનીનો જ દબદબો રહેશે તેવું જણાય રહ્યું છે. અલબત ખાનગી કંપનીઓ માત્ર આ સેકટર પર રાજ કરશે તો લોકોને ભવિષ્યમાં મોંઘાદાટ ટેરીફ ચૂકવવા પડશે તેવી દહેશત ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.