કરોડો ‚પિયાની મિલકત વ્યાજમાં ગુમાવતા ૨૩ દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી‘તી: વ્યાજખોરોની ધરપકડ ન કરે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર: ૮૫ ખેડૂતોએ મૃતક વિરુધ્ધ પોલીસમાં કરી રજૂઆત
શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બીગબજાર પાછળ સાંકેત પાર્કમાં રહેતા પટેલ વેપારી રમેશભાઈ જાદવભાઈ ગમઢાએ વ્યાજખોરોનો ત્રાસી કંટાળી ગત તા.૯ જૂને લોધીકાના છાપરા ગામે પોતાની ઈશ્ર્વર ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીએ ઝેરી દવા પી લીધી હતી. તેમનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નિપજતા મૃતકના પરિવારજનોએ વ્યાજખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ લોધીકા પોલીસે મૃતકના પરિવારજનોને પાંચ વખત ‚બ‚ મળી વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો હોવા છતાં ફરિયાદ ન નોંધાવી હોવાનું અને વ્યાજખોરોને ત્રણ વર્ષ પહેલા લખી આપેલી મિલકત પરત અપાવવાની માંગણી કરતા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. તેમજ મૃતક વિરુધ્ધ પણ લોધીકા પંકના ૮૫ જેટલા ખેડૂતોએ ૧ કરોડી વધુ ઉઘરાણી બાકી હોવાની લેખીતમાં રજૂઆત કરી છે.
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સાંકેત પાર્કના રમેશભાઈ ગમઢાએ ગત તા.૯ જૂને ઝેરી દવા પીધા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા પાસેી માસીક ૩ ટકાના વ્યાજના દરે ૨૮ કરોડ, વાજડીના વિનુભાઈ મૈત્રા પાસેી માસીક ૩ ટકાના વ્યાજદરે રૂ.૧.૧૫ કરોડ, લાખાભાઈ સાગઠીયા પાસેીરૂ.૧.૯૦ કરોડ, રોશન ોભાણીના માતા પાસેી રૂ.૫ કરોડ, પેડક રોડ શ્રીરામ ડેરી બાબુભાઈ ભરવાડ પાસેી ૧૧ કરોડ, મોટામવાના દિનેશભાઈ પરસાણા પાસેી ૧ કરોડ, ધનંજય ફાયનાન્સના ઘનશ્યામભાઈ ભાંભર પાસેી ૨ કરોડ, મવડી રોડ સુખસાગર ડેરીના વિનુભાઈ પટેલ પાસેી ૧.૭૦ કરોડ, મોહનભાઈ ભાણાભાઈ પાસેી ૯૫ લાખ, નંદકિશોર ફાઈનાન્સના મેણંદભાઈ સુરાભાઈ પાસેી રૂ.૩.૧૩ કરોડ, લાખાભાઈ કાકરીયા પાસેી રૂ૩ કરોડ વ્યાજે લીધા હોવાનું સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું.
મૃતક રમેશભાઈ ગમઢાના પત્ની જીજ્ઞાબેને આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદને લેખીત રજૂઆત કરી વ્યાજખોરોએ ૨૦૧૫માં પોતાની ૨૫૦ વીઘા ખેતીની જમીન, ૧૦૦ તોલા સોનુ, મકાન અને ફેકટરી લખાવી લીધાનો આક્ષેપ કર્યો હતો.
લોધીકા પોલીસ મકના પીએસઆઈ એમ.એન.રાણાએ મૃતક રમેશભાઈ ગમઢાની સ્યુસાઈડ નોટ અને જીજ્ઞાબેન ગમઢાએ કરેલી અરજીના આધારે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવા મૃતકના પરિવારનો પાંચ વખત સંપર્ક કર્યો હોવા છતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. પોલીસે મૃતકના પરિવારજનોના જરુરી નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન ગઈકાલે રમેશભાઈ ગમઢાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃતકના પરિવારજનોએ જયાં સુધી વ્યાજખોરોની ધરપકડ ન ાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનું જણાવ્યું હતું.
મૃતક રમેશભાઈ ગમઢાએ પોતાની ઈશ્ર્વર જીનીંગ મિલ માટે આજુબાજુના ૮૫ી વધુ ખેડૂતો પાસેી કપાસની ખરીદી કરી હતી. તે પેટે આપેલા ચેક રિટર્ન યા હોવાનું કહેવાય છે. ખેડૂતો પાસે બાકી રાખેલી રકમ પણ ચૂકવી ન હોવાની પોલીસમાં અરજી યેલી છે.
મૃતકના પરિવારજનોની પોલીસ ફરિયાદ નોંધવા માટે તૈયાર જ હોવાનું તેમજ ફરિયાદ નોંધાયા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવા પોલીસ તૈયાર હોવાનું પીએસઆઈ એમ.એન.રાણાએ જણાવ્યું હતું.