ગોંડલના વાસ્તુશાસ્ત્રી ડો. ધર્મેન્દ્ર ગોહિલ અને ડો શીતલ ગોહિલ ને તાજેતરમાં ઇન્દોર ખાતે આયોજિત જ્યોતિષશાસ્ત્ર સંમેલનમાં ઇન્ટરનેશનલ મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંમેલનમાં નેપાળ, રશિયા, દુબઈ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, મોરેશિયસ સહિતના દેશોમાંથી ૫૦૦ થી પણ વધારે વાસ્તુશાસ્ત્રી તેમજ જ્યોતિષાચાર્ય આવ્યા હતા. આ સંમેલનમા ડો. એસ.એસ. રાવત, અજય ભાબી, કેબિનેટ મંત્રી યોગેન્દ્ર મહંત સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત ડોક્ટર દંપતી એ સંમેલન વેળાએ વાસ્તુ અને જ્યોતિષની સેવાઓ આપી હતી, લોકોની કુંડળી નું નિવારણ તેમજ નકશા જોઈ વાસ્તુનું સમાધાન બતાવ્યું હતું આ દંપતી આ પહેલા પણ અનેકવાર અનેકવિધ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…