રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર વચ્ચે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજૂરી મળેલ છે. ગુજરાત રાજ્યનું રાજકોટ ઝુ પહેલું બબુન વાનર પ્રદર્શીત કરનારૂ ઝુ બન્યું છે.
રાજકોટ ઝુએ એક એશિયાઇ સિંહ, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ, જ્યારે છતબીર ઝુએ હમદ્રયાસ બબુન એક હિમાલયન રીંછ એક, જંગલ કેટ એક, રોઝ રીંગ પેરાકીટ ત્રણ, એલેઝાન્ડ્રીન પેરાકીટ બે, આપ્યા છે.