૩૦ જેટલા સ્ટોલ નંખાયા; રૂપિયા ૫૦૦થી લઈ ૨૦૦૦ સુધીની કિંમતના ગરમ કપડા ઉપલબ્ધ
ઠંડીની શરૂઆત થઈ રહી છે. ત્યારે રાજકોટમાં તિબેટીયન માર્કેટ ધમધમવા લાગી છે. રાજકોટના ભૂતખાના ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયન ગરમ કપડાની માર્કેટ શરૂ થઈ ગઈ છે. જાન્યુઆરીના અંત સુધી ચાલનારી આ માર્કેટમાં બાળકો, સ્ત્રી, પુરૂષ તથા વૃધ્ધો દરેક માટે ગરમ કપડાના સ્ટોલ રાખવામા આવ્યા છે. આ માર્કેટમાં ૩૦ જેટલા સ્ટોલ લગાવવામા આવ્યા છે. સ્ટોલમાં વિવિધ વેરાયટીઓ જોવા મળે છે. ત્યારે રાજકોટ સહિતના આજુબાજુના ગામોમાંથી પણ લોકો અહી ગરમ કપડા લેવા માટે આવતા હોય છે.
અહી એક જ ભાવથી વસ્તુ મળતી હોવાથી છેતરાતા નથી: ચૌહાણ લાલભા (ગ્રાહક)
ચૌહાણ લાલભા ગ્રાહકએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે મોરબીથી અહી ગરમ કપડાની ખરીદી કરવા માટે આવ્યા છીએ અહી વસ્તુ બધી સારી મળે છે. અને અહીંનો ફાયદો એ છે કે બીજે લેવા જાવ તો ભાવ અલગ અલગ કહે છે અને વધારે પૈસા લેવાની કોશિષ કરે છે. જે અહી થતુ નથી અહી એક જ ભાવથી વસ્તુઓ મળે છે. જેનાથી છેતરાતા નથી વસ્તુ અહીની સારી આવે છે. ગરમ અને ટકાવ વસ્તુ મળે છે. અમે અહી પાંચેક વર્ષથી ખરીદી કરવા આવીએ છીએ.
અમારી પાસે ટકાઉ અને સસ્તા ગરમ કપડા; શ્રીંગ (તિબેટીયન વેપારી)
શ્રીંગ તિબેટીયન વેપારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મારે અહી ૨૫ થી ૨૮ વર્ષ થયા છે. અને મારા પિતાને ૪૦ થી ૪૫ વર્ષ થયા છે. અહી બધા પ્રકારના ગરમ કપડા મળે છે. લેડીસ, જેન્ટસ, બાળખો બધાના કપડા અહી મળી રહે છે જેનો ભાવ કપડાની કવોલીટી ઉપર આધાર રાખે છે. ૫૦૦થી લઈ ૨૦૦૦ સુધીના કપડા મળે છે. અમે અહિ જાન્યુઆરીના અંત સુધી સ્ટોલ રાખીએ છીએ અમે કપડા હાથે બનાવેલા તથા મશીનમાં બનાવેલા બંને પ્રકારના રાખીએ છીએ હાથે કપડા ઓછા બને છે. અમારા કપડાની ખૂબી એ છેકે એ ટકાઉ હોય છે અને કિંમતમા સસ્તા હોય છે.