દેશભરના ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની ઉચ્ચ શિક્ષણ સંસઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક વચ્ચેના રેશિયાના થયેલા સર્વેમાં ગુજરાત ૨૬માં નંબરે
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસઓમાં વિદ્યાર્થી-શિક્ષકના રેશિયાનું પ્રમાણ ચિંતાનું કારણ બન્યું છે. ઉચ્ચ શિક્ષણ પરનો અખિલ ભારતીય સર્વેક્ષણ ૨૦૧૮-૧૯નો રિપોર્ટ જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ૨૪ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. દેશભરના ૩૬ રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશ સહિત ગુજરાત આ બાબતે ૨૬માં ક્રમે આવે છે.
એઆઈએસએચઈના અહેવાલમાં જણાવાયું છે કે, દેશના કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં ગુજરાત રાજ્ય કરતા પણ ૧૦ રાજ્યો એવા છે કે જેનો રેશિયો ખુબજ કંગાળ છે. ૧૧ પીટીઆર સો પોંડીચેરી રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ લક્ષદ્વિપ ૧૨ પીટીઆર સાથે અને ઝારખંડ-બિહાર તેમજ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ૫૦થી વધુ વિદ્યાર્થી-શિક્ષકોનો ગુણોતર છે.
સરકારી સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૩થી ૪ વર્ષમાં અધ્યાપકો કે પ્રોફેસરોની ભરતી કરવામાં આવી નથી. પ્રોફેસરોની ભરતી કરવાની પ્રક્રિયા પણ બોજારૂપ અને લાંબી છે. જેમાં જાહેરાતો આપવી, લેખીત પરિક્ષણો કરવા, ઉમેદવારો સાથે ઈન્ટરવ્યુ અને નિમણૂંક પત્ર આપવાનો સમાવેશ થાય છે.
તાજેતરના આંકડા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકો અને વ્યાખ્યાનોની લગભગ ૨૦૦૦ જગ્યા ખાલી પડેલ છે. શિક્ષણવિદો કહે છે કે, ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં છેલ્લા એક દાયકાથી ભરતી કરવામાં આવી નથી. નિવૃતિ અથવા મૃત્યુને કારણે ઘણીબધી જગ્યાઓ ખાલી પડેલ જોવા મળે છે. વ્યાખ્યાનો અને અધ્યાપકોની તિવ્ર અછતના દાખલો આપતો એક શિક્ષણ શાથીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્થિત શાહજાનંદ કોલેજમાં થયોડા વર્ષો પહેલા ૪૬ પ્રોફેસરો હતા. આજે ફકત તેમાં ૧૮ પ્રોફેસરો છે જ્યારે વિદ્યાર્થીની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેવી જ રીતે વડજ શહેરની આર.એચ.પટેલ કોમર્સ કોલેજોમાં ૨૩૦૦ વિદ્યાર્થીઓની વચ્ચે ૨૩ અધ્યાપકો છે.
ગ્રાન્ટેબલ કોલેજોમાં ફેકલ્ટી ભરતીમાં પર્સનલ ઈન્ટરવ્યુ પર વધુ ભાર મુકાશે
ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં રાજ્ય સરકાર હવે યુજીસીની આવશ્યકતા મુજબ ૯૨૫ ફેકલ્ટીની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. ક્ધસોટીરીયમ ઓફ ગુજરાત ડિપાર્ટમેન્ટ આ ભરતી ઝુંબેશનો વિરોધ કરી રહ્યાં છે. અગાઉની યોજના મુજબ શૈક્ષણિક લાયકાત પર ૯૫ ટકા વેઈટેજ અને વ્યક્તિગત ઈન્ટરવ્યુ પર ૫ ટકા વેઈટેજ આપવામાં આવતું હતું. યુજીસીના ધારાધોરણ બદલતા હવે શૈક્ષણિક લાયકાત પર ૮૦ ટકા વેઈટેજ અને વ્યક્તિગત ઈન્ટરવ્યુ પર ૨૦ ટકા વેઈટેજ આપવામાં આવ્યું છે અને હવે યુજીસીના ધારા ધોરણો મુજબ ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપકોની ભરતીમાં પર્સનલ ઈન્ટરવ્યુમાં વધુ ભાર મુકાશે અને ૫ ટકાથી વધી ૨૦ ટકા વેઈટેજ આપવામાં આવશે.