પશુપાલન પ્રવૃતિ ફુુલે-ફાલે અને સુનિચ્શ્રિત દુધ ઉત્પાદન કરનાર ડેરીને રાજય સરકાર રૂ.૨૦ કરોડ સુધીની સહાય આપશે
આજે મોરબી ખાતે રૂ.૧૨.૭૧ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રૂ.૭.૫૦ કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર્હુત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મહા વાવાઝોડુ સમી ગયુ છે તે ખુશીની વાત છે રાજય સરકાર દરેક વાવાઝોડા વખતે યુધ્ધના ધોરણે અગાઉથી જ રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારી કરે છે. આ વખતના સંભવિત મહા વાવાઝોડામાં પણ આપણે સંભવિત વિસ્તારના અસરગસ્તોને સલામત સ્થળે ખસેડી શક્યા હતા અને સગર્ભા બહેનોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કુદરતી આપતીમાં એક પણ માનવીનું મૃત્યુ ન થાય તેવો રાજય સરકારનો સંકલ્પ હતો.
તાજેતરમાં વરસાદ-માવઠાના પરિણામે જે ખેડુતોને ખેતીમાં નુકશાન થયેલ છે. તેને સરકાર પુરતી સહાય કરશે. ખેડુતોની ચિંતા સરકાર કરે છે. નુકશાની અંગેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે. ખેડુતોની મહેનત એળે નહી જાય તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. આ વર્ષે ખુબ મેધ મહેર થઇ હોવાની ખુશી વ્યકત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે,સૌની યોજના દ્વારા નર્મદાના નિરથી ૧૧૫ ડેમો ભરાશે. આમ પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી નહિ પડે. ટેન્કર રાજ ખતમ થસે, દુકાળ ભુતકાળ બની જશે તે દિશામાં સરકાર કામ કરે છે. ગયા વર્ષે સૌરાષ્ટ્રના ૫૬ ડેમોમાં નર્મદાનું પાણી ભર્યું હતું. જેનાથી અછતમાં સૌરાષ્ટ્રમાં સ્થળાંતર અટકાવી શકાયુ હતું. ખેતીની સાથે પશુપાલન કરતી મહિલાઓ સમૃદ્ધ બને તે માટે મોરબી જિલ્લાની ડેરીની બહેનોને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા મોરબી જિલ્લાની બહેનો ઘર બેઠા જ પશુપાલન કરી પગભર બની શકશે. પશુપાલન માટે ઘાસચારો અને પાણી આવશ્યક છે. નર્મદા કેનાલની સુવિધા અહીં ઉપલબ્ધ હોઇ શરળતાથી પશુઓને યોગ્ય આહાર મળી રહે છે. મુખ્યમંત્રી ઉમેર્યુ હતુ કે, પશુપાલન-ડેરી ઉધોગના વિકાસ માટે સુનિશ્ચિત દુધ ઉત્પાદન કરનાર ડેરીઓને રૂ.૨૦ કરોડ સુધીની સહાય અપાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયની મહિલાઓના ઉત્કર્ષ અને સશકિતકરણ માટે રાજય સરકાર કટીબધ્ધ છે. બહેનો શિક્ષિત, સ્વાલંબી અને સ્વરોજગાર પ્રાપ્ત કરી, મહિલા બધી કામગીરી કરવા સક્ષમ છે. તેને લઇ સરકાર આગળ વધવા માગે છે. મહિલાઓના વિકાસ માટે એનકવિધ યોજાનાઓની અમલવારી કરવામાં આવી રહી છે. રાજ્યના મહિલા સશક્તિકરણના અભિગમનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત સીટો તેમજ પોલીસ ભરતીમાં ૩૩ ટકા બહેનો ને અનામત આપી મહિલા સશક્તિકરણ તરફ એક કદમ આગળ આવ્યા છીએ ગુજરાત ની દીકરીઓ અફસર બેટીઓ તરીકે ઓળખાય તેમજ મહિલાઓનું સન્માન જળવાય, મહિલાઓ મા નું સ્વરૂપ હોય તેમનું દરેકનું સન્માન થવું જોઈએ તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મોરબી ખાતે અધતન પોલીસ અધિક્ષક કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આ કચેરીના આગમનથી મોરબી જિલ્લાની સુરક્ષામાં વધારો થશે.રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુદઢ બને તે માટે ચાલુ વર્ષે છ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. તમામ જિલ્લા અને તિર્થ સ્થળોએ રૂ.૩૨૯ કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવી સલામતી અને સુરક્ષામાં વધારો કરાયો હોવાનું તેમજ રાજયની પોલીસ આધુનિક ઉપકરણો અને મોબાઇલ એપ પોકેટ કોપ દ્વારા વધુ સુસજજ બની હોવાનું મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું.સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પ્રથમ મહિલા દુધ ઉત્પાદક સંધ મોરબી જિલ્લામાં ત્રણ વર્ષથી કાર્યરત છે. પશુપાલન પ્રવૃતિ ફુલે ફાલે, પૂરતા દુધના ભાવ પશુપાલકોને મળે તે માટે સરકાર કાર્યરત છે. આ સંધ-ડેરી દ્વારા મહિલાઓને રોજગારી પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, નવરચિત જિલ્લા મોરબીમાં પ્રજાજનોને સરળતાથી અને સમય અને નાણાંનો વ્યય ન થાય તે ધ્યાને લઇને જિલ્લા ખાતેની તમામ કચેરીઓ એક સંકુલમાં રાખવા સરકાર દ્રારા નિર્ણય કરવામાં આવતાં તે મુજબના મોરબી તાલુકાના ત્રાજપર ગામે ૧૦,૦૦૦ ચો.મી. જમીન ઉપર એસ.પી.કચેરી મોરબીનું બે માળનું ૬૯૩૪ ચો.મી.નું બાંધકામ કરવા આવેલ છે.