ખાનગી ટ્રાવેલ્સો તેમજ નાના વાહનો પેસેન્જરો ભરવા ઉભી રહેતા ટ્રાફિક જામના સર્જાતા દ્રશ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાંફિક જામ સર્જ્યા કરે છે.ત્યારે ખાસ કરી દિવાળી ના તેવહાર માં સુરેન્દ્રનગર જિલ્લા ની જાહેર જનતા ને ટ્રાંફિક જામ ની સમસ્યાઓ નો ખૂબ સામનો કરવો પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખાસ કરી રાજકોટ રોડ ઉપર ટ્રાંફિક જામ અવાર નવાર થાય છે.જેના કારણે કલાકો સુધી લોકો ને ટ્રાંફિક જામ માં સલવાય રહેવું પડે છે.
લોકોને સિંગલ પટ્ટી રોડ પરથી પાસાર થવું પડે છે.જેનું મુખ્ય કારણ આ રોડ પર વાહન ચાલકો વિસામો કરે છે.અને પેસેન્જર ને બેસાડવા માટે ઉભા રહે છે.ત્યારે આ ના કારણે અવાર નવાર રોડ બ્લોક થાય છે.
આ હાઇવે પર જોરાવરનાગર પોલીસ મથક બહાર પોલીસ પોઇન્ટ મુકવા માં આવ્યો છે.છતાં ખાનગી વાહનો ચોટીલા રાજકોટ ના ભરવા દેવા માં આવે છે.એક વાહન ચાલક પાસે થી ૧૦૦ થી માંડી ને ૫૦૦ સુધી ના પૈસા આ પોઇન્ટ પર થી પડાવવા માં આવે છે.
પોલીસ અને વાહન ચાલકો ની મિલી ભગત ના કારણે રોડ પર રાખી ને મોટા વાહનો પેસેન્જરો ભરે છે.અને કંઈક કોઈ કહે તો અમે રૂપિયા આપી એ છીએ તેવા જવાબો દઈ ને વાહનો માં પેસેન્જરો ભરવા માં આવે છે.
આગામી સમય માં આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે…