પાંચ મેચોની સીરીઝમાં ભારત હજુ પણ ૨-૧ થી આગળ
સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં ચોથા વન-ડે મેચમાં રવિવારે વેસ્ટ ઈન્ડિઝ ટીમે ભારતને ૧૧ રને હરાવી શ્રેણી જીવંત રાખી છે. વિન્ડીઝ ટીમ દ્વારા બનાવવામાં આવેલા ૧૯૦ રનના સરળ લક્ષ્યને પાર કરવું પણ ભારત માટે મુશ્કેલ સાબિત થયું હતું. ટીમ ઈન્ડિયા ૪૯.૪ ઓવરમાં ૧૭૮ રને આઉટ થઈ ગઈ. જોકે, પાંચ મેચોની સીરીઝમાં ભારત હજુ પણ ૨-૧થી આગળ ચાલી રહ્યું છે. છેલ્લા મેચમાં સીરીઝમાં બંને ટીમોની હાર-જીતનો ફેંસલો થશે.
ભારતીય ટીમમાં સૌથી વધુ રન સલામી બલ્લે બાજ અજિંકય રહાણે (૬૦) અને મહેન્દ્રસિંહ ધોની (૫૪) રન કર્યા. આ ઉપરાંત વિન્ડીઝની ટીમે કોઈ પણ ખેલાડીને ફીલ્ડમાં વધુ વખત ટકવાનો મોકો આપ્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર સૌથી સફળ બોલર સાબિત થયા જેને ૯.૪ ઓવરમાં ૨૭ રન આપી પાંચ વિકેટ લીધી.
આ અગાઉ વિન્ડીઝે ટોસ જીતી પહેલા બેટીંગ કરવાની પસંદગી કરી પરંતુ તેના બેટસમેન ભારતીય બોલરોની સટીક લાઈન-લેંથને કારણે ખુલીને રી ન શકયા અને ટીમ પુરા ૫૦ ઓવરોમાં ૯ વિકેટ ગુમાવી ૧૮૯ રન જ બનાવી શકી. વિન્ડીઝની શ‚આત ખુબ જ ધીમી રહી હતી. ૫૦ રન પુરા કરવામાં ૧૫.૨ ઓવર લીધી તેમ છતાં ભારતને હરાવવાની શ્રેણી જીવંત રાખી.
રોસ્ટન ચેસ (૨૪) રનમાં આવે તે પહેલા જ કુલદીપ યાદવે તેને કલીન બોલ્ડ કર્યો તો બીજી તરફ શાઈ હોય પણ ૨૫ રનોની તેની પારીને મોટી પારીમાં બદલી ન શકયો અને પંડયાના બીજા શિકાર બની ગયા. તે ૧૩૬ના કુલ સ્કોર પર આઉટ થયો. કેપ્ટન હોલ્ડરે ૧૧ રનોનું યોગદાન આપ્યું.
ભારત તરફથી ઉમેશ યાદવ અને હાર્દિકે ત્રણ-ત્રણ વિકેટ લીધી. કુલદીપને બે સફળતા મળી. વર્ષ ૨૦૧૫ બાદ પોતાનો પહેલો વન-ડે મેચ રમી રહેલા મોહમ્મદ શમી કિફાયતી સાબિત થયા. તેમણે ૧૦ ઓવરોમાં બે મેડેન ઓવર અને ૩૩ રન આપ્યા.