આરોપીઓને સખત સજા આપવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્ય
ઉતર પ્રદેશમાં આવેલા રાયબરેલીના ભુસઈ ઈરૌરા ગામે પાંચ વિપ્ર યુવાનની ગોળી મારીને હત્યા કર્યા બાદ સળગાવી દેવાની ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ પાંચ મૃતકોના નામ રોહિત શુકલ, નરેન્દ્ર શુકલ, અનુપ મિશ્રા, અંકુશ મિશ્રા અને બ્રિજેશ શુકલ હતા. રોહિત શુકલ ઈટોરા ગામથી ચુંટણી લડવાની તૈયારી કરતો હોવાથી ખાર રાખીને રાજા યાદવ, વિજય બહાદુર, કૃષ્ણ યાદવ અને પ્રદિપ યાદવ સહિતના શખ્સોએ વેરઝેર રાખીને પાંચેય યુવાનોએ રસ્તા ઉપર આંતરીને હત્યા કરી નાખી હતી. આ બનાવ સામે રાજકોટના બ્રહ્મ યુવા સંગઠન દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો છે અને આ બાબતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગૌહત્યાની જેમ બ્રહ્મ હત્યા પણ ગંભીર ગુનો છે. આ ઘટનાને ભારતીય બ્રહ્મ સમાજ તેમજ બ્રહ્મ સમાજ એકતા સેવા સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવે છે. તેમજ બનાવની તટસ્થ તપાસ થાય અને આરોપીઓને ગંભીર સજા કરવાની માગ કરવામાં આવી છે.