રાજ્યના ૯૩૦ નગરોમાં કાળી ચૌદશની ઉજવણી કરાઈ
વિજ્ઞાન જાથા દ્વારા દેશભરમાં કાળી ચૌદશની સદીઓ જુની માન્યતા, કુિરવાજો, પરંપરા, ભ્રામક વાર્તાઓનું ગામેગમ ખંડન કરી, સ્મશાનની મુલાકાત કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવયા હતા. રાજયમાં ૯૩૦ નાના-મોટા નગરોમાં કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયમાં ગામેગામ કકડાટના કુંડાળામાં પગ મુકી પડેલા વડા-ભજીયા આરોગ્ય મેલીવિદ્યાને અગ્નિદાહ આપી તેના ઉપર બનાવેલી ચા ની ચુશ્કી લગાડી ભ્રામક્તાનો છેદ ઉડાડયો હતો. મોરબીના ટંકારા ગામમાં લોકોએ કકડાટના કુંડાળાનો કુિરવાજ બંધ કરવા શપથ લીધા હતા. સ્મશાનમાં અસાધારણ માનવમેદની ઉમટી પડી હતી. કાળી ચૌદશનો દિપાવલી જેવા માહોલ રાજયમાં જોવા મળ્યો હતો. ટંકારા આર્ય સમાજ અને આર્ય વિદ્યાલયમ અને સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારને વેગ આપનારા નાગિરકોનું પ્રમાણ સવિશેષા હતું. નાના બાળકોથી માંડી મોટેર આબાલ-વૃધ્ઘો સ્મશાનમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દેશભરમાં ખંડન કાર્યક્રમોને સફળતા મળી હતી.
ટંકારામાં રાજય કક્ષાનો કાર્યક્રમ દયાનંદ ચોકમાંથી મહિલાઓએ મેલીવિદ્યાની નનામીને કાંધ આપી હતી. ભૂતપ્રેતનું સરઘસ, મશાલ જ્યોતથી વિજ્ઞાનને અવાકારવા, ભુત-ભુવાને ડાકલા ત્રણેય તૂતે તૂતના સુત્રોચ્ચાર, સ્મશાનના ખાટલે મેલીવિદ્યાનો નાશ કરી અગ્નિદાહ ઉપર ચા બનાવવામાં આવી હતી. સ્મશાનના ખાટલે ગામના નગરજનો બેસી કકડાટના વડા આરોગી અંધ માન્યતાને જાકારો આપ્યો હતો.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે ભારતમાં સદીઓથી કાળી ચૌદશની અંધમાન્યતા જોવા મળે છે. તેને નેસ્તનાબુદ કરવા અભિયાન હાથમાં લીધું છે. ટંકારામાં ર૬મું વર્ષા સમાપનમાં લોકોની હાજરી લેભાગુઓ માટે ચેતવણી છે. લોકોને પછાત રાખવાનું ષડયંત્રને જાથા બેનકાબ બનાવી વૈજ્ઞાનિક ષ્ટિકોણ – અભિગમ લાવવાની પહેલ દાયકાઓથી કરવામાં આવે છે. લોકોમાં ધીમે ધીમે જાગૃતતા જોવા મળે છે.
રાજયમાં અનેક નગરોમાં લોકોએ કકડાટના કુંડાળાને તિલાંજલિ આપી હતી. અનાજ-પાણીનો બગાડ ર્ક્યો ન હતો. સ્મશાનના ખાટલે બાળકો-મહિલાઓ બેસી ભ્રામક્તાની હાંસી ઉડાવી હતી. વિજ્ઞાન ટેકનોલોજીના દર્શન કરાવી કુપ્રથા-કુિરવાજો ભારતમાંથી કાયમ નાબુદ થાય તેવા પ્રયત્નો જોવા મળ્યા હતા.
ટંકારા આર્ય સમાજ અને આર્ય વિદ્યાલયમના ભગવાનજીભાઈ ભીમાણી, માવજીભાઈ દલસાણીયા, દેવકુમાર પડસુંબિયા, મેહુલભાઈ કોરીંગા, રજનીભાઈ મોરસાણીયા, અનિલભાઈ બુધ્ઘદેવ, હસમુખભાઈ દુબરીયા, અશોકભાઈ પરમાર, મનિષાભાઈ કોરીંગા, શાંતિભાઈ ધુળકોટિયા, રમણીકભાઈ વડાવીયા, અમિતભાઈ કોરીંગા, ધવલભાઈ ભીમાણી, જીજ્ઞેશભાઈ ભાગીયા, રમેશભાઈ ગાંધી, ઉપલેટા લાઠ ગામના સરપંચ, કારોબારી સદસ્યો, અમદાવાદના અશ્ર્વિનભાઈ પંચાલ, રામભાઈ મઢવી, હંસાબેન, રસિલાબેન, રાજકોટના કલાકાર ઉમેશ રાવ, વિનુભાઈ ઉપાધ્યાય, રોમિત રાજદેવ, શશીકાન્તભાઈ લોઢીયા, અંકલેશ ગોહિલ, ભક્તિ રાજગોર, રમેશ પરમાર, કોઠારીયા સ્મશાનમાં શ્રેષ્ઠ કામગીરી કેશવભાઈ પરમાર, ભરતભાઈ સાગઠીયા, રમેશભાઈ મુછડીયા, કિશોરભાઈ પરમાર, મનોજભાઈ, રાહુલભાઈ મક્વાણા, અજય પરમાર, મનોજભાઈ ડાભી, દેવ રામાનંદી, રમણીકભાઈ મેર, રણમલભાઈ સંખાવા, અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તે તમામને જાથાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જાથાએ ટંકારા આર્ય સમાજ અને આર્ય વિદ્યાલયમ અને દેવકુમાર પડસુંબિયાનો આભાર માન્યો હતો. રાજયમાં પોતાના ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ વિજ્ઞાન જાથા ભવન, ૧, જીવનનગર, બ્રહ્મસમાજ પાસે, રૈયા રોડ, રાજકોટ – ૭, મો. (૯૮રપર ૧૬૬૮૯) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.