અર્થતંત્રને પાંચ મિલીયન ડોલરે પહોંચાડવા મોદી સરકાર ઉડ્ડયન ક્ષેત્રને વિકસાવવા વિવિધ યોજનાઓ કાર્યરત કરશે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં હવે વૈશ્વિક સ્તરના પર્યટન ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિકાસની વિપુલ તકો રહેલી છે. દેશની આગામી સમયની જરૂરિયાતોને ધ્યાને લઈને વિમાની સેવા અને આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૧૦૦ નવા વિમાન મથકો નિર્માણ કરવાનું સંકલ્પ વ્યકત કર્યો છે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાં ૧૦૦ જેટલા વધારાના વિમાન મથકો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વિમાન સેવા ને વધુ સુંદર બનાવી ને દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવી એશિયાના સૌથી ત્રીજા નંબરના મોટા અર્થતંત્રોને આગળ વધારવા માટે સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અને ખાનગી રોકાણ વધુ સુદઢ બનાવવા માટે સંકલ્પ કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવિ આયોજન માં ૧૦૦૦ નવા રૂટ દ્વારા દેશના નાના-મોટા મહાનગરો અને ગ્રામ્ય વિસ્તાર ને હવાઈ સેવાથી જોડવા માટે સરકારે આંતર માળખાકીય સુવિધાને વધુ સુંદર બનાવવા માટે લીલી ઝંડી આપી છે. મોદી સરકાર દ્વારા દેશનું આંતરમાળખાકીય વીમાન ક્ષેત્ર સુદ્રઢ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિતી માં આ મુદે ચર્ચા થઈ હતી. ૨૦૨૫ સુધીમાં દેશનું હવાઇ ઉડ્ડયન ક્ષેત્ર ખૂબ જ સુદ્રઢ બનાવી દેવાશે આ મહત્વની ચર્ચામાં વિમાનીસેવાનું ખાનગીકરણ અને વિમાનોને ભાડે આપવાના અને આર્થિક સહયોગના વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવાની ચર્ચા પણ કરી હતી. દેશની આર્થિક પ્રવૃત્તિઓ છવર્ષના સમયગાળામાં અત્યારે સૌથી નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના આંતરમાળખાકીય સુવિધાઓને યુદ્ધના ધોરણે વિકસાવવાનું આયોજન કરીને આંતર માળખાકીય સુવિધાના વિકાસ થકી દેશના વિકાસદરને વધુ આગળ વધારીને ભારતના અર્થતંત્રની ૨૦૨૫ સુધીમાં પાંચ મિલિયન અમેરિકન ડોલર સુધીનું કદ આપવાનું આયોજન કર્યું છે.
ગયા મહિને સરકાર દ્વારા રેપો રેટ સ્ટેટ્સ માં કાપ મૂકીને ભારતમાં એશિયાના સૌથી ઓછા રેપો રેટનું વાતાવરણ ઊભું કરીને સરકાર દ્વારા વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ ભારતમાં વેપાર ઉદ્યોગ માટે રોકાણ થાય તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત સરકાર દ્વારા વિમાન મથકોના વિકાસની ખાસ પરિયોજના હાથ ઉપર લીધી છે. ચીનના સાપેક્ષમાં ભારતનું વિમાન ક્ષેત્ર વધુ સુદ્રઢ બનાવાય તે માટે ભારતમાં ચીનની સામે દેશમાં ૪૫૦ જેટલા વેપારી ધોરણે ચાલતાં વિમાન મથકોનો ૨૦૩૦ સુધીમાં નિર્માણ કરવાનું આયોજન અને લક્ષ્ય હાથ ઉપર દીધું છે. સરકારે ૨૦૧૮ સુધીમાં ઉભા કરવામાં આવેલા વિમાન મથકો ની સંખ્યા બેવડી કરવાનું આયોજન કર્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવક્તા એ જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે પરંતુ હમણાં તે વિશે કંઈ પણ બોલવું એ ઉતાવળ ગણાશે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ દરખાસ્ત માં પાયલોટો સંખ્યા પણ બેવડી કરવામાં આવશે અત્યારે વર્ષે ૬૦૦ પાયલોટ તૈયાર થાય છે જે આગામી વર્ષોમાં દર વર્ષે બારસો તૈયાર થાય તેવી વ્યવસ્થા નું સરકારે લક્ષ્ય રાખ્યું છે સરકાર દ્વારા આવતા પાંચ વર્ષમાં ભારતના અર્થતંત્રને એક ટ્રિલિયનડોલરના ખર્ચે નવા વિમાન મથકો બનાવવાનું પાંચ વર્ષનો લક્ષ્ય સિદ્ધ કરીને ભારતમાં મોટાપાયે રોકાણ કરવા તરફ મહત્વનું પગલું ભર્યું છે.
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વિકાસની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં દેશના સાડા ચારસો વિમાન મથકો કાર્ય માં ધીમા છે ત્યારે દેશની એરલાઇન્સ કંપનીઓ નાના રૂટના વિમાનોના ઉડ્ડયનનો વ્યવસાય જાણી જોઈને અવગણી રહી છે ત્યારે વિશ્વના આર્થિક મંદીના દોરમાં મોટાભાગની એરલાઇન્સ કંપનીઓ ખોટ ખાતી નાના રૂટની સેવાઓ ધીરે ધીરે બંધ કરી રહી છે ત્યારે સરકાર દ્વારા વિમાની સેવાને જીવંત રાખવા માટે ખાસ પ્રકારની સબસિડી અને સહાયકારી યોજનાઓ માટે ગંભીરતાથી વિચારી રહી છે.
સરકારના વિમાની ક્ષેત્રના વિકાસ અને મહત્વ આપવાના નિર્ણયના અમલ ના ભાગરૂપે ૩૮ જેટલા વિમાન મથકો અને નાગરિક ઉડ્ડયન વિભાગના તમામ વિમાન મથકો આ વર્ષથી જ વધુ તાકાતથી કાર્યરત બની જાય એવું આયોજન કરવામાં આવ્યું છે વિમાની સેવાઓ મેસુર બનાવવા માટે ૬૩ જેટલા વિમાન મથકો કે જે અત્યારે કોઈ પણ પ્રકારના સંપર્ક અને વ્યવસ્થામાં જોડાયેલા નથી તે તમામ વિમાન મથકોને કાર્યરત કરવાની સરકાર દ્વારા જહેમત ઉઠાવી રહી છે.
સરકાર સૌપ્રથમવાર મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી વિમાન સેવાના પ્રોત્સાહન માટે ગંભીરતાથી વિચારી રહી છે. જેવી રીતે સિંગાપુર એર લાઈન અને એયર એશિયા દ્વારા સ્થાનિક ધોરણે એરપોર્ટ ઊભા કરીને સ્થાનિક હવાઈ સેવાને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે આગળ વધી રહી છે ત્યારે સરકાર પણ સ્થાનિક ધોરણે કારવાપાત્ર કામ કરતા રાહ જોઈને વિમાનનું ઇંધણ કે જે ખૂબ જ ખર્ચાળ હોય છે તેમાં લાભ આપવાની દિશામાં વિચારી રહી છે. અત્યારે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ભાવે વિમાનનું ઇંધણ લેવાની વીમાની કંપનીઓને ફરજ પડે છે સરકાર દ્વારા લાદવામાં આવેલા ભારે કર બોજના કારણે વિશ્વમાં ઇંધણભારતમાં સૌથી વધુ ભાવે વેચાઈ છે.
આ ભાવ વધારામાં રાહત આપવા માટે આગામી વર્ષમાં જ સરકાર દ્વારા વિમાની કંપનીઓને ઘરઆંગણે ખાસ પ્રકારની સબસિડી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત દ્વારા બીપી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ડ્રોનના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવાનું વિચારવામાં આવી રહ્યું છે જે આગામી દિવસોમાં અને આ વર્ષમાં જ સરકાર દ્વારા ખાસ પ્રકારની સુધારેલી નાગરિક ઉડ્ડયન વિભાગની નીતિની જાહેરાત કરવામાં આવશે સરકાર દ્વારા ચાલક રહિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું આયોજન પણ અમલમાં મૂકવાનું નક્કી કરી ચૂકી છે. ૨૦ ૨૪ સુધીમાં કાયદેસરના ડ્રોનનો ઉપયોગનું આંકડો ૧૦ લાખ સુધી પહોંચે તેવું જાણવા મળ્યું છે. આપણા ભારતમાં ૨૦ ૨૧ સુધીમાં ડ્રોનનું ખાસ કોરિડોર ઊભું કરવામાં આવશે અને ૨૦૩૦ સુધીમાં ભારતમાં ચીજ વસ્તુઓની હેરાફેરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ થઇ જશે.