સાવરકુંડલા ના સંધિ ચોક વિસ્તારમાં આવેલ કુતુબ સદરશાપીર(રહમતુલ્લા અલયહ)ના ૧૬૨માં ઉર્ષની તા.૨૦/૧૦/૨૦૧૯ રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સવારે ૯થી ૧૦ કુરાનખાની બપોરે આખો દિવસ ન્યાઝ પ્રોગ્રામ સાંજે ૪ કલાકે સંદલ શરીફ મણીભાઈ ચોકથી લીમડી ચોક ત્યાંથી સંધિચોક પરત અને પીરે તરીકત બાવમીયા બાપુ દ્વારા,નાત શરીફનો પ્રોગ્રામ ૯:૩૦થી ૧૦:૩૦ કલાકે યોજાયો હતો. દર વર્ષે હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતીઅને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું હજારો મુસ્લિમ બિરાદરો અને હિન્દૂ ભાઈ બહેનોની ઉપસ્થિતિ રહી હતી તેમ સંધી જમાતના ઉપ પ્રમુખ અને પત્રકાર યુનુસ ભાઈ ઝાખરાની યાદીમાં જણાવ્યું હતું