ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહે સેક્રેટરી તરીકે અને ટ્રેઝરર તરીકે અરૂણ ધુમલે પણ ચાર્જ સંભાળ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે આજે મુંબઈમાં પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીનીવરણી થઈ છે તે બીસીસીઆઈના ૩૯માં અધ્યક્ષ બન્યા છે. ગાંગુલીની સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સચિવ અને અનુરાગ ઠાકુરનાભાઈ અરૂણ ધુમલ ટ્રેઝરર બન્યા છે. તેમજ ઉતરાખંડના મહિમ વર્મા ઉપાધ્યાક્ષ અને કેરળના જયેશ જોર્જ સંયુકત સચિવ તરીકે ફરજ નિભાવશે ગાંગુલીનો કાર્યકાળ જુલાઈ ૨૦૨૦ સુધીનાં રહેશે નવા નિયમો અનુસાર કોઈ પણ સદસ્ય આ પદ પર ૬ વર્ષથી વધુ સમય રહી શકે નહી ગાંગુલી છેલ્લા ૫ વર્ષ અને ૨ મહિનાથી બંગાળ ક્રિકેટ એસો.ના અધ્યક્ષ હતા. ઉલ્લેખનીય છે કે ગાંગુલી છેલ્લા પાંચ વર્ષથી બંગાળ ક્રિકેટ એસો.ના અધ્યક્ષ હતા જેથી તેઓ બીસીસીઆઈના પ્રેસીડેન્ટ તરીકે આ અનુભવ સાથે કામગીરી કરશે.
ગાગુલીનું નામાંકન થયું ત્યારે તેમણે જણાવ્યું હતુ કે દેશમાં ડોમેસ્ટીક ક્રિકેટ અને ક્રિકેટર્સનું સ્તર સુધારાશે તેમજ આઈસીસીમાં બીસીસીઆઈની પ્રોમીશનને વધુ મજબુત કરાશે ગાંગુલી પોતાના કાર્યકાળ દરમ્યાન મહેન્દ્રસિંહ ધોનીના ઈન્ટરનેશનલ કરીયર, ડે.નાઈટ ટેસ્ટ ક્રિકેટ અને ફિકસ ટેસ્ટ સેન્ટર જેવી મહત્વપૂર્ણ બાબતો ઉપર નિર્ણય લેશે તેમજ ગાંગુલીની અધ્યક્ષ તરીકે વરણી થતાની સાથે જ છેલ્લા ૩૩ મહિનાથી સુપ્રીમ કોર્ટે દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સનો પણ અંત આવી ગયો છે. ગાંગુલીએ નામાંકન કર્યા પછી વધુમાં જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણે વર્ષોમાં જે પણ થયું તે પછી ભારતીય ક્રિકેટ પ્રશાસન માટે આ સમય બહુ મહત્વપૂર્ણ છે. એક એવી ભૂમિકામાં હોવું જયા હું ટીમ સાથે કંઈક અલગ કરી શકુ છું ગાગુલીએ વધુમાં એ આશા વ્યકત કરી છે કે આગામી કેટલાક મહિનામાં અમે બધુ સરખુ કરી દેશું અને ભારતીય ક્રિકેટને સામાન્ય સ્થિતિમાં લાવી દેશું.