ગુજરાત રાજયની શાસનધુરા સંભાળ્યાના ખુબ જ ટૂંકાગાળામાં પ્રજાકીય સુખ-સુવિધામાં ઉત્તરોત્તરવધારો કરતાં અનેકવિધ નિર્ણયો લઇને સીમાચિહનો સ્થાપિત કરનાર માન.મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી ખરા અર્થમાં પાણીદાર પથપ્રદર્શક પુરવાર થયા છે. તેમ નર્મદા નીરના વધામણા કરવા માટે રાજકોટ પધારેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમનનો અનેરો ઉત્સવ ઉજવવા આજીડેમ ખાતે વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહેલાં ક્ષત્રીય સમાજના મોભીઓ અને યુવાનોને સંબોધિત કરતાં યુવરાજ માંધાતસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.

રાજકોટ રાજયના મુળ પુ‚ષ પ્રાત: સ્મરણિય ઠાકોર સાહેબ વિભાજીબાપુએ ઇ.સ. ૧૬૧૦ માં આજી નદી ઉપર રાજકોટ નગર વસાવ્યું તેના ૪૦૬ વર્ષ બાદ માં નર્મદાજી સ્વયં રાજકોટ નગરના પ્રજાજનોની પ્યાસ બુઝાવવા માટે રાજકોટ પધાર્યાતેના ઓવારણા લેવા માટે સ્વચ્છ

ભારત, સ્વસ્થ ભારત અને સમૃઘ્ધ ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણિય નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી પદ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવીને નમામિ દેવી નર્મદે નો ગગનભેદી નાદ ગુંજતો મૂકી રોડ શોનો આરંભ કર્યો ત્યારે આજી ડેમની તદ્ન નજીક સમસ્ત ક્ષત્રીય

સમાજ તરફથી રાજાશાહી યુગના પ્રજાવત્સલ રાજવી પ્રાંત: સ્મરણિય ઠાકોર સાહેબ લાખાજીરાજ બાપુ તથા લોકશાહી યુગના વર્તમાન પ્રજાવત્સલ પ્રધાન સેવક નરેન્દ્રભાઇ મોદીના પૂર્ણ કદના કટ આઉટ ઉપરાંત બેટી બચાવો, સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, યોગપ્રધાન ભારત, નારી સશકિતકરણ, ડીઝીટલ ઇન્ડિયા જેવી અનેક સંકલ્પનાઓને સાકાર કરતાં વિશાળ કદના આકર્ષક બેનરોની વિશિષ્ઠ  સજાવટ વચ્ચે ક્ષત્રીયોના પારંપરિક પોશાકમાં સજજ થઇને રોડની બન્ને બાજુ વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહીને દિલ્હીથી ખાસ બોલાવેલી બેન્ડપાર્ટીના સંગીતમય સૂરો રેલાવી ભારત માતા કી જય, નર્મદે- સર્વદે, વી લવ મોદી, ગૌ-રક્ષા રાષ્ટ્ર રક્ષા જેવા પ્રચંડ સુત્રોચ્ચાર સાથે માં નર્મદા તથા ભારતના સમર્પિત સેવકના ઓવારણા લીધા હતા.

યુવરાજ માંધાતાસિંહજીના નેતૃત્વ તળે સમસ્તે ક્ષત્રીય સમાજ અને વિવિધ સમાજના નગરજનોએ સાથે મળી નૂતન ભારતના નિર્માતા માન. નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના પાણીદાર માન. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, માન. નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનું બુલંદ

જયઘોષ સાથે અદ્રિતીય ઓવારણા લીધા હતા.

પ્રારંભમાં યુવરાજ માંધાતાસિંહ જાડેજા તથા ટિકકા સાહેબ જયદિપસિંહ જાડેજાએ પુષ્પવર્ષા કરીને રાષ્ટ્ર પુ‚ષ નરેન્દ્રભાઇ મોદીના આગમનને આવકાર્યુ હતું. આ પ્રસંગે ક્ષત્રીય સમાજના અગ્રણીઓ દેવતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, દિવ્યરાજસિંહ ગોહિલ, બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ રાણા, પરબતસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ વાઘેલા, આર.ડી.જાડેજા, જે.બી.જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા નાનામવા પ્રમુખ રાજકોટ તાલુકા, ઓમદેવસિંહ ઝાલા, રતનપર લાલુભા જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, ટિકુભાઇ કોઠારીયા, પ્રઘ્યુમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, સિઘ્ધરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા જામકંડોરણા, પરાક્રમસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, પૃથ્વીસિંહ વાળા, અજયસિંહ જાડેજા, મનહરસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, દિગુભા ગોહિલ, અજયસિંહ પી.જાડેજા, હરમુખસિંહ ગોહીલ, જયેન્દ્રસિંહ સરવૈયા, કુલદિપસિંહ નીરુભા વાઘેલા, રત્નદિપસિંહ જાડેજા, બળવંતસિંહ રાઠોડ, મહાવીરસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, રાજવિરસિંહ વાળા, વિરેન્દ્રસિંહઝાલા, દિલીપસિંહ ગોહિલ, રામદેવસિંહ વાઘેલા, હકુભા વાળા, અજયસિંહ પી.જાડેજા, હઠીસિંહજી જાડેજા, દિલીપસિંહ કે.જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, સંજયસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા ઉ૫સ્થિત રહ્યા હતા.  કાર્યક્રમને સફળ બનાવવા માટે ટિકકા સાહેબ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રાદિત્યસિંહ વાળા, મુન્ના માણેક, કમલેશભાઇ પરમાર, મયુરભાઇ ખરસાણી એજહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.