ચાઈનીઝ કંપનીઓ અને અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ પર તવાઈ બોલાવવા તંત્ર સજજ
દેશમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો અતિરેક રોકવા માટે સુપ્રીમ અને સરકાર વાયરલ થયેલા સોશિયલ મીડિયાનાં વાઈરસને નાથવા માટે દવા કરશે ત્યારે સોશિયલ મીડિયાની ચાઈનીઝ કંપનીઓ જેવી કે ટીકટોક અને અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ પર તવાઈ બોલાવવા તંત્ર સજજ થયું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં વ્યાપાક પ્રમાણમાં સોશિયલ મીડિયાનાં ઉપયોગ અને તેનાં વાઈરસ જે રીતે ઝડપભેર દેશભરમાં ફેલાઈ રહ્યા છે ત્યારે સરકાર અને સુપ્રીમ કોર્ટ સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે દેખરેખ અને નિયંત્રણ રાખવાની કામગીરી આગામી ૩ માસમાં હાથ ધરશે જેમાં તંત્ર અને કેન્દ્ર સરકારે સુપ્રીમને આશ્વાશન આપતા જણાવ્યું કે, આગામી ૩ મહિનામાં તેઓ સોશિયલ મિડીયા માટેનાં નિયંત્રણ અને તે અંગેનાં નીતિ-નિયમો ઘડી કાઢશે.
સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવા માટે હાઇકોર્ટે તમામ અરજીઓ સ્વીકારી લીધી છે અને હવે ટૂંક જ સમયમાં અરજીઓ પર સુનાવણી શરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક, ટિવટર અને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓની ટ્રાન્સફર અરજીઓ હોઇકોર્ટે મંજૂર કરી છે અને ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી આ માટે કાયદો તૈયાર કરવામાં આવશે. અરજીઓ સ્વીકારતા હોઇકોર્ટે રજિસ્ટ્રીને જણાવ્યું કે ઇન્ટરનેટ સંબંધી બધા જ અટકેલા મામલાઓની યાદી જમા કરે અને આ બધા જ મામલાઓની સુનાવણી તેની સાથે જ થશે. સુનાવણી દરમિયાન એજી કેકે વેણુગોપાલએ જણાવ્યું કે, જ્યારે આ કંપનીઓ પાસે તેમની સેવા કે પ્રોડક્ટના દુરોપયોગને રોકવાની કોઇ વ્યવસ્થા જ નથી તો તેમણે અહી આવવું ન જોઇએ, કારણ કે દુરોપયોગથી પીડિત લોકોની મદદ માટે આ કંપનીઓ પાસે કોઇ ટેકનીક જ નથી. આ દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું કે, સવાલ એ છે કે, શું કોર્ટ વ્હોટ્સએપ, ફેસબુક વગેરેને સૂચનાને ડિક્રિપ્ટ કરવા માટે બાઉન્ડ કરી શકે છે ? શું સરકાર પાસે ડિક્રિપ્ટ કરવા માટે પોતાની એજન્સી ન હોવી જોઇએ? સૂચનાઓને ડિક્રિપ્ટ કરવા માટે સરકાર અને તેની એજન્સીઓ પાસે અધિકાર છે, પરંતુ આ કાયદો તેમની પર ડિક્રિપ્ટ કરવાના દાયિત્વ માટે લાગૂ કરી શકાશે.સુપ્રીમ કોર્ટે ખુબ જ સંગીધ અને નાગરિકોનાં સોશિયલ મીડિયાનાં ખાતાઓ જેવા કે ફેસબુક, વોટસએપ, ટીકટોક સહિત અન્ય મીડિયા પ્લેટફોર્મને લગતા કેસો સુપ્રીમ કોર્ટ પોતાના હસ્તક લેવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલને બાયોમેટ્રીક આઈડી આધાર સાથે જોડવા તથા દેશની વિવિધ હાઈકોર્ટનાં કેસો ઘણા લાંબા સમયથી પેન્ડીંગ હોવાનાં કારણે એપેક્ષ કોર્ટ દ્વારા આ અંગેનું અવલોકન કરવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને અનુરાધા બોસે સરકારને જાન્યુઆરી માસમાં જાહેરનામું પ્રસિઘ્ધ કરી સોશિયલ મીડિયાની ચકાસણી થાય અને વાંધાજનક સંદેશાઓ પર નિયંત્રણ આવે તે અંગેની હિમાયત કરી હતી. જાન્યુઆરી-૨૦૨૦નાં અંતિમ અઠવાડિયામાં જયારે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ આ સુનાવણી હાથ ધરાઈ હતી ત્યાં સુધી સરકારે તમામ વ્યવસ્થા પુરી કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે તમિલનાડુ સરકારને કલમ ૬૯ આઈટી એકટને વોટસએપ, ફેસબુક પર સંગીધ સંદેશાઓનાં મામલામાં કડક નિયંત્રણની હિમાયત કરી હતી. આ કલમ નવો કાયદો ન આવે ત્યાં સુધી સોશિયલ મીડિયા ઉપર દેખરેખ માટે જરૂરી છે. હવે આ સોશિયલ મીડિયાને દેશનાં ન્યાયિક ક્ષેત્રમાં સમાવી લેવામાં આવ્યો છે ત્યારે આ કાયદાનો અમલ દેશવ્યાપી બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જે રીતે દેશમાં સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી દેશનું યુવાધન અવળે રસ્તે ચઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તેના ઉપર રોક લગાવવા માટે સરકાર અને સુપ્રીમ કોર્ટ સજજ થઈ આગામી દિવસોમાં તે દિશામાં કાર્ય કરશે તેવું પણ સામે આવી રહ્યું છે.