શહેરના વોર્ડ નં.૧૧ માં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. જેમાં રાજદીણ, મુરલીધર, ભકિતધામ, પ્રિયદર્શન, ન્યુ લક્ષ્મી, જલારામ ઓમનગર, શ્રીહરિ, પુનમ વલ્લભ વિઘાનગર, સોરઠીયા પાર્ક, ભોજલરામ, ન્યુ રાજદીપ ભવાનાથ પટેલનગર આ તમામ સોસાયટીમાં કાયમીને માટે ધીમા ફોસની ફરીયાદ આવે છે. આ વર્ષ સારાં વરસાદ છે તેમ છતાં હજારો ઘર પાણી વગરના છે ત્યારે વોર્ડ નં.૧૧ ના વિસ્તારોમાં પાણી પ્રશ્ર્ને મોટી સંખ્યામાં બહેનો સહીતના સ્થાનીકોએ કોંગી કોર્પોરેટર વસંતબેન માલવી તથા પ્રદેશ મહીલા કોંગ્રી પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રેલી રુપે આવી ઉગ્ર રજુઆતો કરી હતી આ દરમ્યાન વોર્ડ નં.૧૧ ના કોંગી કોર્પોરેટરો ઘનશ્યામસિંહ જાડેજા, ઉપનેતા વિપક્ષ મનસુખ કાલરીયા, વાજસુરભાઇ ડેર, અશોકસિંહ વાઘેલા, વોર્ડ કોંગી પ્રમુખ કેતનભાઇ તાળા, વિપુલભાઇ તારપરા, પ્રકાશ કેતનભાઇ વાગડીયા, ભરતભાઇ વેજપરા, હરેશ પાંભર, દિનેશ વેજપરા, જેન્તીભાઇ ચોવટીયા, અલ્પાબેન ચોવટીયા, અને રજુઆતો કરી હતી કે વોર્ડ નં.૧૧ માં પાણીની સમસ્યાનું નિવારણ વહેલી તકે થવું જોઇએ નહિતર આવતા સમયમાં પાણી વેરો માફ કરવા જેવી રજુઆતો કરી હતી.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ