મહાપાલિકા પોતે જ કાયદાઓનો ભંગ કરે છે: સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકા પોતે જ કાયદાનું પાલન કરતી નથી. રાજકોટ મહાપાલિકાનાં રોડ ઉપર લોકોને ચાલવા માટે ફુટપાથ કરવી ફરજીયાત છે તેના અનુસંધાનમાં દરેક મોટા રોડ રસ્તા રાજમાર્ગ વગેરે ઉપર લોકોને ચાલવા માટેનો બન્ને તરફ ફુટપાથ બીપીએમસીની જોગવાઈ અને રસ્તાના નિયમો મુજબ રાખવા ફરજીયાત છે પરંતુ આ નિયમોનો ભંગ પોતે જ કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને તોડે છે જેના સીધા જીવતા જાગતા દાખલાઓ એ છે કે શહેરનાં કોઈપણ મુખ્ય માર્ગ ઉપર જોવા ગમે તે ચાર રસ્તા ઉપર જાવ તો જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સ બોર્ડ જોવા મળશે અને ફુટપાથમાં જ વૃક્ષો વાવી દીધા છે તેની લોકોને ચાલવું પણ અઘરું થઈ ગયું છે એનો સીધો અર્થ એ છે કે કોર્પોરેશન પોતે જ નિયમોનો ભંગ કરી જાહેરાતોના બોર્ડની મંજુરી આપે છે જે ગેરકાયદેસર છે આગામી દિવસોમાં આ બોર્ડ ઉતારવા માટે અમારી માંગણી છે કોઈ રસ્તે ચાલતા લોકો માથે જો આ તોતીંગ બોર્ડ પડશે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓની રહેશે.