રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ સૌનો સાથ, સૌનો વિકાસ સાથે જુદા જુદા લોક વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે આજેવોર્ડ નં.૦૫માં રૂ.૪૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ વોર્ડ ઓફીસનું લોકાર્પણ સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડે. મેયર વલ્લભભાઈ દુધાત્રા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, તથા કલ્પનાબેન કિયાડા, વોર્ડ પ્રભારી રમેશભાઈ અકબરી, વોર્ડ પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ મહામંત્રી પ્રભાતભાઈ કુંગશીયા અને મુકેશભાઈ ધનસોતા, વોર્ડ મહિલા મોરચા પ્રમુખ મનુબેન રાઠોડ, વોર્ડ અગ્રણીય દીપકભાઈ પનારા, રસીલાબેન સાકરીયા, મુન્નાભાઈ ગઢવી, બાબભાઈ માટીયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.