વર્તમાન સમયમાં ચોમાસા પછી સ્વાભાવિક પણે શહેરમાં થોડા ઘણા અંશે રોગચારો ફેલાયેલો છે. તે સામે મહાનગરપાલિકા દ્વારા લોકો માટે આરોગ્યલક્ષી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત વોર્ડ નં.૧૪માં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ.
આ અંગે માહિતી આપતા આ વોર્ડના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા જણાવે છે કે, વોર્ડ નં.૧૪ના ગુંદાવાડી, લક્ષ્મીવાડી તથા કેવડાવાડી સહિતના રહેણાક વિસ્તારો અને વ્યાપારિક વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીનથી ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. આ કામગીરી દરમ્યાન વોર્ડ નં.૧૪ ભાજપ પ્રભારી નીલેશભાઈ જલુ, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, ભાજપના આગેવાનો વિપુલભાઈ માખેલા, બંટીભાઈ, પ્રભુભાઈ, ગીરીશભાઈ , મુકેશભાઈ રાણપરા, નરેન્દ્રભાઈ મકવાણા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.