ટીવી એપ્લાયસીસ ટ્રેડર્સ એસો. દ્વારા સ્ક્રીમ લોન્ચ થઇ: લકકી કુપન ડ્રો દ્વારા કુલ ૧૧૧૧ ઇનામો અપાશે: બે ડ્રો સંપન્ન: એસો.ના હોદેદારો ‘અબતક’ના આંગણે
ઇલેકટ્રોનિકસનો વેપાર વેપાર દર વર્ષે વધતો રહે છે, પહેલાના જમાનામાં ઇલેકટ્રોનિકસ વસ્તુઓ વસાવવી તે એક સ્ટેટસ ગણાતું પણ હવે તે જીવન જરુરીયાત થવાને કારણે વર્ષો વર્ષ ડિમાન્ડ વધતી રહે છે.
અત્યારે કોઇ પણ નવા મકાન કે નવી દુકાન બને તો લગભગ ૧૭ થી ૨૨ ટકા જેટલું બજેટ ઇલેકટ્રોનિકસ ઉપકરણમાં ફાળવવામાં આવે છે.
આ બધા કારણોસર માત્ર દિવાળી પુરતી જ ધરાકી નથી હોતી પણ બારે મહિના એકધારો વેપાર થતો જ રહે છે હા, તહેવારોમાં સ્કીમ ઘણી આવતી હોય છે અને એનો ફાયદો ગ્રાહકને અવશ્ય મળે છે.
અત્યારે, સૌથી મોટી ચિંતા અમને અમારા ગ્રાહકોની થાય છે. આટલી બધી ચેતવણી આપવા છતાંય આટલો બધો ડુપ્લીકેટ માલ આવતો હોય, આટલી બધી સર્વિસની તકલીફ પડતી હોવા છતાંય, તેઓ ઓનલાઇન તથા બીજા મોટા મોલમાં જયા માીલકની હાજરી નથી હોતી જે આપણે ઓળખતા નથી. જેમને માત્ર ગ્રાહકને માલ પધરાવવામાં જ રસ હોય છે તેની ઉપર માત્ર કાલ્પનિક ભાવના અને ફાયદાના પડ ચઢી ગયા હોય છે. જેથી તેઓ જે માલ પસંદ કરે છે, તે કેટલો જુનો કે કંપનીએ બંધ કરેલો છે કે કેમ, તે જાણ્યા વગર સમજયા વગર, ખરીદી કરી લે છે.
સ્થાનીક ઇલેકટ્રોનિકસના વેપારીઓનો વેપાર તો બારે મહિના ચાલે જ છે અમે તો ગ્રાહકને નવી ટેકનોલોજી તથા નવી વેરાવટી આપવા કટીબઘ્ધ છીએ, અમો ગ્રાહકો માટે ખુબ જ સારી અને આકર્ષણ સ્કીમ પણ આપીએ છીએ, આતો, પેલા ફેમીલી ડોકટર જેવી વાત થાય, તેમ બીમાર પડયા હોવ તો પહેલા ફેમીલી ડોકટરને મળશો, પછી ભલે બીજો કે ત્રીજો ઓપીનીયર લો, તેમાં વાંધો નથી, પણ છેલ્લે આપણે ફેમીલી ડોકટરને અંધારામાં નથી રાખતા, કારણ કે ખરે સમયે આ ફેમીલી ડોકટર જ કામ આવે છે.
અત્યારે ખુબ જ સારો વેપાર થઇ રહ્યો છે ઘણી નવી રેન્જ તથા વેરાવટી આવેલ છે. ત્યારે ગ્રાહકને વધુમાં વધુ ફાયદો થાય તે માટે ટીવી એપ્લાયસીસ ટ્રેડર્સ એસો.ના દ્વારા ખુશીઓનો ખજાનો સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને કુલ ૧૧૧૧ ઇનમો લકકી કુપન ડ્રો દ્વારા આપવામાં આવશે. આ સ્ક્રીમમાં કુલ ૪ ડ્રો યોજાશે જેમાં અત્યાર સુધીમાં બે ડ્રો સંપન્ન થઇ ચુકયા છે. જેમાં પ્રથમ ડ્રોમાં રાજકોટના ભાગ્યશાળી ગ્રાહર અને બીજા ડ્રોમાં જામનગરના ભાગ્યશાળી ગ્રાહકને ટીવીએસ જયુપીટર સ્કુટર ઇનામમાં લાગ્યા છે. હજુ બાકીના બે ડ્રોમાં અઢળક ઇનામો અપાશે. આ સ્ક્રીમમાં ઇનમો ઉપરાંત પ૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ડ પણ આપવામાં આવે છે. આ સ્ક્રીમમાં ગ્રાહકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્કીમ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં ના ગ્રાહકો માટે છે. કોઇપણ ઉપકરણોની ખરીદી કરતા પહેલા સ્થાનીક વેપારીનો સંપર્ક એકવાર જરુર કરશો. જેથી આપનો બધો ભ્રમ તૂટી જશે કે ફાયદો કયાં અને કેટલો છે.
પેઢી દર પેઢી સ્થાનીક વેપારી સાથેના સંબંધો વર્ષોથી સારા રહ્યા છે. એનું કારણ એ છે કે એમની પ્રોડકટસની કવોલીટી અને બેસ્ટ સર્વીસ જેના કારણે ગ્રાહકો એ વેપારીઓને આજે પણ યાદ કરે છે. એટલા માટે આજે પણ વેપારીઓ ફર્સ્ટ પ્રોડકટર્સ સ્ટાન્ડર પ્રોડકટર્સના વેચવાના આગ્રહી છે.
નવરાત્રીથી જ ઇલેકટ્રોનીકસ ઉપકરણો જેવા કે એલઇડી, રેફ્રીજરેટર, વોશીંગ મશીન, એસી, માઇક્રોવેવ ઓવન તથા હોમ એપ્લાયન્સીસ વગેરેમાં દિવાળી જેવો જ વેપાર થઇ રહ્યો છે.
આ ટીવી એપ્લાયસીસ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ રવજીભાઇ રામોલીયા, સમશેરસિંહ સુચરીયા, અનીષાભાઇ શાહ, ઇકબાલભાઇ સાદીકોટ, દિલીપભાઇ માવલા, મનસુખભાઇ રામાણી, પરેશભાઇ સાવલીયા, અલ્પેશભાઇ પટેલ તથા સિમ્પલ એડના ભરતભાઇ જોષી વગેરે કમીટીના સભ્યો રાજુભાઇ જુંજા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.