રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ સૌનો સાથ, સૌનો વિકાસ સાથે જુદા જુદા લોક વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે આજ તા.૨૨/૧૦/૨૦૧૯ના રોજ વોર્ડ નં.૦૪ મધુવન પાર્કમાં રૂ.૩૧.૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ બગીચાનો ખર્ચ રૂ.૨૩.૨૬ લાખ તથા બાલક્રિડાંગણના સાધનોના રૂ.૮.૬૪ લાખનું ખર્ચ થયેલ. આ બગીચો ૪૭૫૦ ચો.મી. વિસ્તાર ધરાવે છે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, વોર્ડ મહામંત્રી સી. ટી. પટેલ, કાનાભાઈ ડંડૈયા, રસિકભાઈ પટેલ, પરેશભાઈ લિંબાસિયા, મલ્કેશભાઈ પરમાર, અજયભાઈ લોખીલ, હિતેશભાઈ ગોહેલ, ભરતભાઈ લિંબાસિયા, પ્રવિણભાઈ પટેલ, મનસુખભાઈ લીંબાસીયા, રવિભાઈ પંડ્યા, રામભાઈ બિહારી, કંકુબેન ઉધરેજા, હિરેનભાઈ વાળા, સંજયભાઈ રાઠોડ, તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
Trending
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
- માંડવીને “રેલવેની સુવિધા” અપાવવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર અને ટીમની કવાયત
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ