જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘ સંયુક્ત રીતે વિરોધ દર્શક કાર્યક્રમ યોજાશે: તા.૧લીએ સુત્રોચ્ચાર, તા.૮મીએ કાળી પટ્ટી, તા.૧૪મીએ માસ સીએલ અને તા.૨૦થી હડતાલ પાડવાની જાહેરાત
વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સાતમા પગારપંચનો પુરો લાભ ન મળતા આંદોલનના મંડાણ થયા છે. જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘ દ્વારા વિરોધ દર્શક કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં તા.૧લીએ સુત્રોચ્ચાર તા.૮મીએ કાળી પટ્ટી, તા.૧૪મીએ માસ સીએલ અને તા.૨૦થી હડતાલ પાડવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી અને તેની સંલગ્ન વિવિધ વીજ કંપનીઓમાં માન્યતા ધરાવતા બંને યુનિયન દ્વારા કંપનીઓમાં ફરજ બજાવતા તમામ ૫૫,૦૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને સાતમાં પગાર સુધારણા અંતર્ગત આનુસંગિક લાભો અન્વયે સંદર્ભિત પત્રથી સંયુક્ત તથા સ્વતંત્ર નોટિસરૂપે રજૂઆત કરવામાં આવેલ છે જે અંગે હજુ આજદિન સુધી કોઈ હકારાત્મક પ્રત્યુત્તર કે સાચી માંગણીઓ અન્વયે કોઈ કાર્યવાહી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ નથી. જેથી જીયુવીએનએલમાં માન્યતા ધરાવતા યુનિયન સંયુક્ત રીતે તમામ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક હિતો, હક્કો અને ન્યાયિક અધિકારોને ધ્યાને લઈને તેઓને ર્આકિ લાભો સમયસર મળી રહે તે માટે માંગણીઓનું સત્વરે નિરાકરણ થાય તે બાબતે “ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિ “દ્વારા લેખિત રજૂઆત અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સો ચર્ચા સમયાંતરે કરેલ છે.
ઉર્જા ક્ષેત્રના તમામ કર્મચારીઓ, અધિકારીઓને સાતમાં વેતનપંચના ભાગ-૨ એલાઉન્સ તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ એચ.આર.એ.ના લાભી વંચિત રહેવાથી ઘેર સંતોષની લાગણીઓ અનુભવી રહેલ છે જે અમારા સુધી વ્યકત કરતા અને અમારા દ્વારા નિરાકરણ માટે મેનેજમેન્ટને પુરતો સમય આપેલ હોવા છતાં અને સાતમાં વેતનપંચ અન્વયે મળવાપાત્ર લાભોની અમલવારી કરવા ૨ (પી) કરારી તો હોય જે રાજ્ય સરકારી અલગ અને છઠ્ઠા વેતનપંચના પૂર્ણ તાં કરાયેલ કરારની કલમો મુજબ સમયમર્યાદા દશ (૧૦) વર્ષ પૂર્ણ તાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને અમલથી તથા ઉર્જા ખાતાની સાતેય કંપનીઓના કર્મચારીઓ, અધિકારીઓને સંપૂર્ણ વેતનપંચનો અમલ કરવાનો રહેશે. સદર કલમ મુજબ આશરે ચાર વર્ષ પૂર્ણ થવાના આરે હોવાથી ૨ (પી) કરાર ભંગ કરેલ હોય અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનીયર એશોસીએશન દ્વારા મેનેજમેન્ટ સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ કરવાની ફરજ પડેલ છે. જેમાં તા.૧લી નવેમ્બરે તમામ ડિસ્કોમ-જેટકોના તમામ ડીવીઝનો સર્કલ, ઝોનલ કચેરીઓ તથા તમામ પાવર સ્ટેશન અને તમામ નિગમિત કચેરીઓ સામે સાંજે ૬:૧૦ પછી સુત્રોચ્ચારનો કાર્યક્રમ, તા.૮મીએ કાળી પટ્ટી બાંધવાનો કાર્યક્રમ, તા.૧૪મીએ માસ સીએલ અને તા.૨૦થી અનિશ્ર્ચિત મુદતની હડતાલ પાડવામાં આવશે તેમ જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહની યાદીમાં જણાવાયું છે.