ગુજરાતના નવનિયુકત રાજયપાલ આચાર્ય દેવવ્રત તા.૨૩ના રોજ સંધ્યા સમયે વિશ્ર્વ પ્રસિધ્ધ અત્રેના ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે.હિમાચલ પ્રદેશમાંથી ગુજરાતમાંબદલી પામેલ તેઓની સોમનાથ મંદિર ખાતેની આ પ્રથમ મુલાકાત હશે સોમનાથ ખાતે સાંજે દર્શન મંદિર વિષેની જાણકારી અને શકય હશે તો સોમનાથ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે અત્રે રાત્રી રોકાણ સાસણ ગીર ખાતે કરશે.
૧૮ જન્યુ.૧૯૫૯ના રોજ સમાલખાના હરિયાણા રેવાસી ગામે જન્મેલ તેઓ હિમાચલ પ્રદેશના રાજયપાલ રહી ચૂકયા છે. હરિયાણાના કુરક્ષેત્રમાં તેઓ આચાર્ય પદ પણ રહી ચૂકયા છે. તેઓ પંજાબ યુનિવર્સીટીમાંથી ૧૯૮૪માં હિન્દીમાં પોષ્ટ ગ્રેજયુએશન કરેલ છે. અને વાતાવરણ પ્રદુષણમુકત બનાવવા અભિયાનમાં તેમનું મોટુ યોગદાન છે. શિક્ષણ ક્ષેત્રે તેમને ૧૯જેટલા એવોર્ડો મળી ચુકેલા છે. જેમાં ભારત જયોતિ એવોર્ડ અને અમેરિકન મેડલ ઓફ ઓનરનો સમાવેશ થાય છે. તેઓ બેટી બચાઓ બેટી બઢાઓ અને મહિલા ભૃણ હત્યા સામેના અભિયાનમાં પણ જોડાયેલ રહેલ છે. ભારતીય સંસ્કૃતિ વિકાસ માટે તેમને યુરોપ, દક્ષિણ પૂર્વ એશીયા સહિતના દેશોની મુલાકાત લીધી છે.
તેઓનાં આગમનને પગલે પોલીસ તંત્ર જીલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.