દેશની મંદ પડેલી અર્થવ્યવસ્થાને ફરીથી વેગવંતી બનાવવા માટે સરકાર વિદેશી રોકાણ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે ત્યારે વિદેશી રોકાણકારોને દેશમાં રોકાણ કરવા માટે અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેમાં પ્રોજેકટ કલીયરન્સ સહિત અનેક મુદાઓનાં કારણે તેનો સમય ઘણો વેડફાટો હોય છે પરંતુ સરકાર દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ રોકાણકારો ૩૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ભારત દેશમાં કરશે તો તેને સરકાર રીલેશનશીપ મેનેજર પ્રોવાઈડ કરશે અને વિશેષરૂપથી તેની નિયુકિત કરશે જેથી રોકાણકારો જે દેશમાં રોકાણ કરી રહ્યા છે તેઓને જરૂરીયાતભરી કામગીરી ઘર બેઠા જ પૂર્ણ થઈ જશે.
રિલેશનશીપ મેનેજરનો ક્ધસેપ્ટ ભારત દેશ દ્વારા જે લાગુ કરવામાં આવ્યો છે તેનાથી અનેકવિધ સમસ્યાનો અંત આવશે અને જે કામ મંદ ગતિથી ચાલતા હતા તેને ગતિ મળી વહેલાસર પૂર્ણ થશે. આ પ્રસંગે ગુજરાત કેડરનાં ગુરુપ્રસાદ મૌપાત્રા કે જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડનાં સચિવ તરીકે તેમની કામગીરી બજાવી રહ્યા છે જેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો રોકાણકારો ભારત દેશમાં રોકાણ કરવા માટે તૈયાર હોય અને તેઓ તેની ત્વરીતતા દેખાડતા હોય તો તે જવાબદારી દેશ અને તે રાજયની બને છે કે જેઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય અને તેમનાં રોકાણને યોગ્ય વળતર મળી રહે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, વિવિધ મંત્રાલયોમાંથી અધિકૃત અધિકારીની નિયુકિત સરકાર દ્વારા કરવામાં આવશે જેમાં ટેકસ, એન્વાયરમેન્ટ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જે રોકાણકારોને ખુબ જ ઉપયોગી સાબિત થશે. રિલેશનશીપ મેનેજરનાં કાર્યને પૂર્ણ કરવા અને આ નવા ક્ધસેપ્ટને અમલી બનાવવા માટેનાં થોડા પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે જેની મદદે ડી.પી.આઈ.આઈ.ટી. પણ ખડેપગે મદદરૂપ થશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ૨૧૦૦૦ એકર જમીન રાજયનાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે શોધવામાં આવી રહી છે જયાં વિશેષ કચેરીનું નિર્માણ કરી રોકાણકારોને મદદ કરી શકાશે. ગુરુપ્રસાદ મૌપાત્રાએ જણાવ્યું હતું કે, પ્રાઈવેટ સેકટરનાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે જમીનની ઉપલબ્ધીએ પણ જોવામાં આવશે જેથી ત્યાં એક યોગ્ય કચેરીનું નિર્માણ કરી રોકાણકારોને જે-તે વિસ્તારની પૂર્ણત: અને યોગ્ય માહિતી મળી શકે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદેશી રોકાણકારો માટે સરકાર રિલેશનશીપ મેનેજરની નિયુકિત કરશે અને વૈશ્વિક રોકાણકારો કે જે આશરે ૩૫૦૦ કરોડ કે તેથી વધુનું રોકાણ ભારત દેશમાં કરશે તો તેઓને રિલેશનશીપ મેનેજર આપવામાં આવશે.