૧પ૦ થી વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો
અખિલ ગુજરાત કર્મચારી સોશ્યલ એન્ડ વેલ્ફેર સોસાયટી અને એકતા મંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ તેમના પરિવારો માટે દાંડીયા રાસનું આયોજન કરાયું હતું. જેમાં ૧પ૦ થી વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ભાગ લેનારાઓને પ્રોત્સાહીત કરવા ઇનામો અપાયા હતા.
રાહુલભાઇ પરમાર કર્મચારી સોશ્યલ એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા એકતા થાય સદભાવના જાગે અને જે કર્મચારી નવા કે જુના હોય તે એક બીજાને ઓળખે તે જ આ દાંડીયારાસ આજનો મુખય હેતુ છે. એકતા મંડળના પ્રમુખ અનિલભાઇ નાગોરી જે ખુબ જ કર્મશીલ અને નીડર અને કર્મચારીના પ્રશ્ર્ને અડગ છે એનો જન્મદિવસ છે.
એક લ્હાવો મલ્યો કે એમનો જન્મ દિવસ અમે ઉજવી અને આ સાથે જે કર્મચારીઓ રમે છે અને આ સાથે ભાગ પાડયા છે.
પ થી ૧પ વર્ષના ૧પ થી ૪૦ અને ૪૦ થી ૬૦ વર્ષના ખેલૈયાઓને ઇનામો આપ્યા હતા. અને રાસગરબા નિ:શુલ્ક યોજાયો હતો.
આ વખતે દરેકને એક હેલ્મેટ આપી જાગૃત કરાયા હતા. આ સાથે સ્વચ્છ ભારતનું અભિયાન અંતર્ગત સ્વચ્છતા જળવાઇ રહે રોગચાળો ન ફેલાય તે માટે પ્રયાસ કર્યા હતા.