‘૧૦૦ પર આવેલા કોલની ફરિયાદો નોંધણીથી લઈને યોગ્ય ફોલો-અપ સિસ્ટમમાંથી પસાર થાય છે’
રાજકોટ ગ્રામીણ પોલીસ ફરજનિષ્ઠા-પ્રતિબઘ્ધતા અને વિશેષતાઓ ધરાવતા પોલીસદળ તરીકે જાણીતું છે. તાજેતરમાં જસદણ હીરાની લૂંટ અને તેનું ડિટેકશન સારું ઉદાહરણ છે.
જેમાં ફરિયાદીએ રૂપિયા ૧૪ લાખનાં હીરાની કરેલી ફરિયાદ સામે પોલીસે ગુનેગારોને પકડીને હકિકતે રૂપિયા ૧૮ લાખ જેટલી રકમના હીરા પરત અપાવ્યા હતા. પોલીસ અધિક્ષક બલરામ મીણાનાં નેતૃત્વ હેઠળ કામગીરીની યોગ્ય વહેંચણી થઈ છે. પોલીસ દળની ભૂમિકા વધુ સુદ્રઢ થઈ છે. ઉપરાંત તેમના હકુમત ક્ષેત્ર હેઠળનાં વિસ્તારોમાં કાયદા અને શાસનના અસરકારક અમલથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાશ વધુ દ્રઢ બન્યો છે.
પોલીસના રેકોર્ડસ હવે આંગળીએ (ફિંગરપ્રિન્ટ ટચ) ઉપલબ્ધ બન્યા છે. એટલું જ નહીં, ત્રણ ઈ-કોપ એવોર્ડ મેળવીને રાજકોટ રૂરલ પોલીસ દળ સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોના અમલીકરણમાં પણ અવ્વલ આવ્યું છે. પોલીસ અને લોક કલ્યાણ એ અગ્રીમ હરોળમાં રહ્યા છે. પોલીસ સ્મૃતિ દિનના પ્રસંગે એસપી બલરામ મીણાએ જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયામાં એક નાના પરિવર્તનથી કાર્યદક્ષતા વધારવામાં તેમજ ઓછા સમયમાં પરીણામલક્ષી કામગીરીમાં મોટી મદદ મળી રહે છે. એવા કયા સુધારા કે પરિવર્તનો છે જે કાર્યદક્ષતામાં વૃદ્ધિ થઈ છે, સમયની બચત સાથે પરિણામલક્ષી કામગીરીમાં મદદ મળી છે ?
એસપી બલરામ મીણાએ જણાવ્યું કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈન્સ્ટોલેશનએ મુખ્ય પ્રાથમિકતા રહી. ખુબ જ ટુંકા સમયગાળામાં અમે લોકેશનની દ્રષ્ટિએ મહત્વના એવા આટકોટ સહિતનાં હાઈવે જંકશનને સીસીટીવી સર્વેલન્સમાં આવરી લીધા.
આ ઉપરાંત અમે વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ અંતર્ગત લોકો હેડ ઓફિસમાં આવે ત્યારે તેમની ફરિયાદો કે ગ્રિવાન્સિસને ફોટો તથા મોબાઈલ નંબર સાથે નોંધવામાં આવે છે. ઉપરાંત વ્યકિતગત કાળજી સાથે ફોન કરીને, તેમની ફરિયાદો કે ગ્રિવાન્સિસનું ફોલોઅપ અપાય છે અને સમગ્ર સિસ્ટમમાં તેમની રજુઆતની પુરતી તકેદારી લેવાઈ છે કે નહીં તેની પણ ખાતરી કરી લેવામાં આવે છે.
વિંછિયાનાં આસલપુરમાં શહીદ સ્મારક નિર્માણ :
વિંછીયા તાલુકાનાં આસલપુરમાં શહીદ સ્મારક નિર્માણ કરવામાં આવ્યું છે. ફરજ દરમિયાન શહિદ થયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ પિતાંબરભાઈ મેણીયાની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરીને તેની શહાદતને સલામ કરવામાં આવી છે.
લોકોની સુરક્ષા સર્વપ્રથમ: રાજકોટ રૂરલ પોલીસ દળની સફળતાઓ
* લોકોની સુરક્ષા એ રાજકોટ રૂરલ પોલીસની પહેલી પ્રાથમિકતા છે અને આ માટે સમગ્ર વર્ષ દરમિયાન અથાગ
* છેલ્લા એક વર્ષમાં ૧૪ ગુનેગારો સામે દરખાસ્ત કરીને પાસામાં ધકેલી દેવાયા છે. તો ૨૬૨ ગુનેગારો સામે તડીપારની દરખાસ્ત કરી હદપાર કરી દેવાયા છે.
* લોકોની સુરક્ષા એ રાજકોટ રૂરલ પોલીસની પહેલી પ્રાથમિકતા છે અને આ માટે સમગ્ર વર્ષ દરમિયાન અથાગ પ્રયાસો કર્યા છે. જેના કારણે ક્રાઈમ કંટ્રોલમાં નોંધપાત્ર સફળતા મળી છે. છેલ્લા એક વર્ષમાં ૧૪ ગુનેગારો સામે દરખાસ્ત કરીને પાસામાં ધકેલી દેવાયા છે. તો ૨૧૨ ગુનેગારો સામે તડીપારની દરખાસ્ત કરી હદપાર કરી દેવાયા છે.
* ૧૯ ગેરકાયદે હથિયારો પકડી પાડવામાં આવ્યા છે.
* ઘરફોડ ચોરીના કુલ ૨૯ કેસો ઉકેલી નાખવામાં આવ્યા છે અને કુલ મળીને રૂપિયા ૩૨,૬૧,૮૦૯ની મતાની રિકવરી કરવામાં આવી છે.
* જિલ્લામાં દારૂબંધીના કાયદાનો પણ સખ્તાઈથી અમલ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં દારૂનાં ૭૦૨૮ કેસો કરવામાં આવ્યા છે. રૂપિયા ૬,૨૯,૭૮,૩૭૯ કરોડનો દારૂ પકડી લેવાયો છે જયારે જુગારધારા અંતર્ગત ૯૭૦ કેસો કરવામાં આવ્યા છે.
* જધન્ય અને ધુણાસ્પદ કહી શકાય તેવા ખુનના ૨૭ કેસો સફળતાપૂર્વક ઉકેલી નાખવામાં આવ્યા છે.
* નાર્કોટિકસનાં કેસોમાં રૂપિયા ૫૪,૦૩,૮૨૫ની રકમનો જથ્થો જપ્ત કરાયો છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની ટીમે જસદણ આંગડીયા લૂંટનો ગણતરીના દિવસોમાં ઉકેલ્યો ભેદ
૮ શખ્સોને રૂા.૨૨.૧૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી એલસીબી સ્ટાફની એસપી મીણાએ પીઠ થાબડી અભિનંદન આપ્યા
બોટાદ ડાયમંડ એસોશીએશને જિલ્લા પોલીસવડા બલરામ મીણા અને રાજકોટ રૂરલ સ્ટાફનું સન્માન કર્યું
બોટાદી જસદણ હિરાની ડીલીવરી કરવા આવી રહેલા હિરા દલાલોને જસદણના ઘેલા સોમના મંદિર પાસે આંતરી ચલાવેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા ૮ શખ્સોને રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ધરપકડ કરી રૂા.૨૨.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજકોટ રૂરલ પોલીસને ગૌરવ વધાર્યું છે.બોટાદ તાલુકાના પાટી ગામે રહેતા જશમતભાઈ ધરમશીભાઈ મોરડીયા, રાજેશભાઈ ગોહેલ, ભુદરભાઈ પટેલ અને સંજયભાઈ બોટાદથી હિરા વેંચવા માટે જસદણ આવી રહ્યાં હતા ત્યારે ઘેલા સોમનાથ પાસે કારને આંતરી ચલાવેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા અમીત નરશી, અશોક ઉર્ફે ગડુ ખીમજી કોળી, નિલેશ રણછોડ રબારી, રણછોડ રબારી, જયેશ જીવણ કણઝારીયા, જયદીપ શાન્તુ ખાચર, મહાવીર વલકુ ખાચર, કિશોર મનુ કોળી અને ભાવેશ મનુ કોળી નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી બે કાર, હિરા અને રોકડ મળી રૂા.૨૨.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.રાજકોટ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં માતબર રકમની લૂંટનો ભેદ ઉકેલતા બોટાદ ડાયમંડ એસો.ના હોદ્દેદારોએ રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા અને એલસીબી પીઆઈ એમ.એન.રાણાનું સન્માન કર્યું હતું.
ફરજ દરમિયાન શહિદ થયેલા પોલીસ જવાનોને રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંગ દ્વારા શ્રદ્ધાંજલી
એક વર્ષમાં શહિદ યેલા ૨૯૨ પોલીસ જવાનોને જિલ્લા પોલીસની ટીમે આપી શ્રદ્ધાંજલી
દર વર્ષે ૨૧મી ઓકટોબરે શહિદ યેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી આપતો કાર્યક્રમ દેશભરમાં યોજવામાં આવે છે. ગત વર્ષે દેશમાં ૨૯૨ પોલીસ જવાનો ફરજ દરમિયાન શહિદ યા હતા. તેઓને શ્રદ્ધાંજલી આપવા માટે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૨૯૨ પોલીસ જવાનોના નામની યાદી વાચવામાં આવી હતી. ત્યારબાદ તેઓને રૂરલ પોલીસની ટીમ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
વર્ષ દરમિયાન શહિદ થયેલા પોલીસ જવાનોમાં આંધ્રપ્રદેશના ૨, ઉત્તરાંચલ પ્રદેશમાંથી ૩, બિહારમાં ૭, નકસલવાદી પ્રભાવિત રાજ્ય ગણાતા છત્તીસગઢમાં ૧૪, હરિયાણા ૩, ઉતરાંચલ પ્રદેશમાં ૧, જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ ૨૪, ઝારખંડમાં ૫, કર્ણાટકમાં ૧૨, મધ્યપ્રદેશમાં ૨, મહારાષ્ટ્રમાં ૨૦, મણીપુરમાં ૨, ઓરિસ્સામાં ૨, રાજસનમાં ૧૦, સિક્કીમમાં ૧, તિપુરામાં ૧, ઉત્તરપ્રદેશમાં ૫, ઉત્તરાખંડમાં ૧, પ.બંગાળમાં ૭ અને દિલ્હીમાં ૧૦ પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન શહિદ યા હતા.
શહિદ થયેલા તમામ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી રાજકોટ રેન્જ આઈજીપી સંદીપસિંગ અને જિલ્લા પોલીસવડા બલરામ મીણા સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
રાજકોટ રૂરલ પોલીસે ઉપલેટા બોમ્બ પ્રકરણ અને જામકંડોરણા આંગડીયા લુંટનો આગવી કુનેહથી ઉકેલ્યો ભેદ
રાજકોટ રેન્જ આઈ.જી. સંદિપસિંગ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનાં માર્ગદર્શન હેઠળ ઉપલેટાની સ્કુલમાં મોકલાયેલા પાર્સલ બોમ્બનો અને જામકંડોરણા ખાતે થયેલી રૂા.૮.૫૦ લાખની લુંટનો એલસીબી ટીમે ભેદ ઉકેલ્યો હતો. ઉપલેટામાં બે પરીવાર વચ્ચે ચાલતા મનદુ:ખનાં કારણે દેશી બનાવટનો બોમ્બ સ્કુલે મોકલી સ્કુલને ફુંકી મારવાના ષડયંત્રનો એલસીબી પીઆઈ એમ.એન.રાણાએ ભેદ ઉકેલ્યો હતો. તેમજ બોમ્બ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સે ૧૫ વર્ષ પહેલા પણ બોમ્બ બનાવ્યાનાં અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ રીતે જામકંડોરણા ખાતે તાજેતરમાં જ થયેલી રૂા.૮.૫૦ લાખની લુંટનો ભેદ ઉકેલી રાજકોટ જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે.