‘ડિલેઈડ જસ્ટીસ-ડિનાઈડ જસ્ટીસ’
મેડિકલ ક્ષેત્રમાં કહેવાય છે કે, પ્રિવેન્સન ઈઝ બેટર ધેન કયોર ત્યારે આ મુદ્દો શું કામ ન્યાયમાં લાગુ પડતો નથી ? ન્યાય તરફ લોકોનો જુકાવ કેટલો ? ત્યારે કોર્ટ દ્વારા આ અંગે શું કામ શિક્ષાત્મક પગલા લેવાતા નથી. આ તમામ મુદાઓને જો ધ્યાને લેવામાં આવે તો પ્રશ્ર્નનો જવાબ મળવાપાત્ર રહે છે. દેશમાં સૌથી મોટો પ્રશ્ર્ન નીચલી અદાલતો માટેનો એ છે કે, લોવર કોર્ટમાં કેસોનો ભરાવો ખુબ જ વધુ છે ત્યારે તેનું સમાધાન શું ? દેશનાં ન્યાયમંત્રીએ નીચલી અદાલતોમાં જે કેસોનો ભરાવો જોવા મળી રહ્યો છે તેનું શું કારણ હોય શકે તે દિશામાં અદ્યતન કરવા અને સર્વે કરવા આઈઆઈએમ કલકતાને કામગીરી સોંપી હતી. જેમાં આઈઆઈએમ કલકતાનાં ૩ પ્રોફેસરોને નિમાયા હતા. જેમાં આર.રાજેશ બાબુ, સુમનતા બાસુ અને ઈન્દ્રનીલ બોસનું નામ સામે આવ્યું હતું.
આઈઆઈએમ કલકતા દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં અનેક મુદાઓ સામે આવ્યા છે જેમાં ન્યાયાધીશોની ગેરહાજરી, કેસોની સુનાવણી વારંવાર મુલત્વી રખાય તે મુદ્દો, સાક્ષીઓની ગેરહાજરી, વકિલોની અનઉપસ્થિતિ, મૌખિક દલીલોમાં લેવામાં આવતો વધુ સમય, કોર્ટોમાં રજા, બંને પક્ષોની ગેરહાજરી સહિત અનેક મુદાઓનાં કારણે નીચલી અદાલતોમાં કેસોનો ભરાવો સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ તકે સૌથી જરૂરી એ છે કે, આનુ સમાધાન શું હોય શકે ? માત્ર જજોની નિયુકિત કે પછી ફાસ્ટ્રેક કોર્ટ ઉભા કરવા જ શું સમાધાન છે ખરું ? આઈઆઈએમ કલકતા દ્વારા રજુ કરવામાં આવેલા સર્વેમાં માત્ર કારણો જ આપવામાં આવ્યા છે જેનાથી એ વાતની જ સ્પષ્ટ થાય છે કે શું કામ નીચલી અદાલતોમાં કેસોનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે સમાધાન ઉપર જો ચર્ચા કરવામાં આવે તો લોકોમાં જાગૃતતા કેળવવી તે પણ અત્યંત જરૂરી છે. સાથો સાથ લોકોએ આઈપીસી તથા સીઆરપીસી કલમોની જોગવાઈઓ પણ જાણવી જોઈએ. હાલ નીચલી અદાલતોમાં ખોટા કેસોનો ભરાવો પણ સૌથી વધુ થઈ રહ્યો છે ત્યારે તેને કેવી રીતે અટકાવી શકાય તે જોવાનું પણ એટલું જ જરૂરી છે. આ મુદ્દે પ્રજાએ પણ સમજવું જરૂરી છે કે ખોટા કેસો ન કરવા અને થાય તો તેનું નિવારણ કેવી રીતે લાવી શકવું. લોકો તથા વકિલોએ પણ તેમની જવાબદારી અને તેમની એકાઉન્ટેબીલીટી સમજવી જરૂરી છે. લોકોમાં અસમજણનાં કારણે અને વકીલો દ્વારા તેના અસીલોને કરવામાં આવતા ભ્રામક વાયદાઓ થકી કેસમાં તારીખ પે તારીખ થતા જે નિર્ણય અને જે ચુકાદો જે-તે કેસ માટે આવવો જોઈએ તે આવી શકતો નથી ત્યારે બીજો પ્રશ્ર્ન એ પણ ઉદભવે છે કે, કોર્ટ શું કામ મુદતો આપે છે ત્યારે અસીલો કે જેઓ ન્યાય માટે લડી રહ્યા હોય તેઓમાં ઉત્સુકતા પણ જોવા મળતી નથી જેના કારણોસર દલીલો ખુબ જ લાંબી ચાલતી હોય છે અને તેનાથી કેસોનાં નિર્ણયો પણ અનેકવિધ વખત મુલત્વી લાંબા સમય સુધી રાખવામાં આવતા હોય છે.
બીજી તરફ નીચલી કોર્ટમાં જે જજોની નિયુકિત થવી જોઈએ તે થઈ શકતી નથી. સાથોસાથ નીચલી કોર્ટોમાં સ્ટાફનો અભાવ હોવાનાં કારણે પણ કયાંકને કયાંક કેસોમાં ભરાવો જોવા મળી રહ્યો છે ત્યારે તેનું સમાધાન માત્ર એટલું જ છે કે લોકો જો જાગૃત થાય અને જે ખોટા કેસો દર્જ કરવામાં આવે છે જો તે ન થાય તો નીચલી અદાલતોમાં કેસનો ભરાવો ઓછો થશે અને વહેલાસર કેસોનાં ચુકાદા પણ આવશે.